સુરેન્દ્રનગરઃ જોરાવરનગરમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસનાં સંચાલકે પોતાના જ ક્લાસિસમાં યુવતી સાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.  સંચાલક અને ક્લાસ લેવા આવતી યુવતી બંનેએ ક્લાસીસમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું છે. 

Continues below advertisement

યુવતી અને સંચાલક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આપઘાતના સમાચાર થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં વહેતા થઈ ગયા હતા. જેને પગલે ટ્યુશન ક્લાસીસ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.  પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી રતનપરની રહેવાસી હોવાની વિગતો બહાર આવી છે.  પોલીસે લાશને પી એમ માટે મોકલી મોતનું સાચુ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 

Surat : વેપારીને નિર્વસ્ત્ર કરી માર્કેટમાં ફેરવ્યો, વીડિયો થયો વાયરલ

Continues below advertisement

 

સુરત : સુરત ટેક્સટાઇલ માર્કેટનો એક વીડિયો વાયરલ થયો છે, જેને લઈને અત્યારે ભારે ચર્ચા જાગી છે. એક વેપારીને નિર્વસ્ત્ર કરી માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો. વેપારીના હાથમાં 'ચોર લખી ' ને બોર્ડ હાથમાં રાખવામાં આવ્યું અને ફેરવવામાં આવ્યો હતો. 

વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી, આ વિસ્તારમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લઈને ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગ મુજબ, ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

તો મધ્ય ગુજરાતમાં પણ છુટા છવાયા વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં લો પ્રેશર સર્જાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

પંચમહાલમાં વરસાદ

બે દિવસના વિરામ બાદ પંચમહાલમાં ફરી વરસાદ (Rain) પડ્યો છે. મોડી રાત્રે ગોધરા શહેર સહીત વાવડી, વેગનપુર, ડોક્ટરના મુવાડા, અંબાલી, બગીડોર, ગદૂકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ સાથે જ શહેરા, મોરવા હડફ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. ગોધરા શહેરમાં અડધા ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો મોરવા હડફમાં સવા એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.