સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાની સીમમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, મૃતકના અંતિમસંસ્કાર બાદ પરિવારજનોને શંકા જતાં તપાસ કરતાં યુવકે અકસ્માતે નહીં, પરંતુ તેમની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે પોલસી ફરિયાદ કરવામાં આવી છે. 

Continues below advertisement


આ અંગે મળતી વિગતો પ્રમાણે, પરિણીતાને સોનગઢના યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ આડખીલી બનતો હતો. આથી પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યો હતો. આ પ્લાન પ્રમાણે, પતિ સૂતો હતો, ત્યારે પત્નીએ પ્રેમીને બોલાવી ગળે ફાંસો આવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પછી પત્નીએ તારમાં ફસાતા પતિનું મોત નીપજ્યું હોવાની વાત ઘડી કાઢી હતી. 


યુવકનું મોત થતાં પરિવારજનોએ તેના અંતિમસંસ્કાર કરી નાંખ્યા હતા. જોકે, પરિવારને પરિણીતા પર શંકા જતાં પરિવારજનોએ તપાસ કરી હતી. જેમાં વાડીમાં ખાટલાની તુટેલી ઇસ અને લોહીના ડાઘ વાળો રૂમાલ હાથ લાગ્યો હતો. આથી શંકા પ્રબળ બનતા તેમણે પરિણીતાની પૂછપરછ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતાં પરિવારે સાયલા પોલીસને જાણ કરી હતી. જેથી સાયલા પોલીસે પરિણીતાની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા.


પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને છેલ્લા બે વર્ષથી સોનગઢના યુવક સાથે પ્રેમસંબંધ છે. તેમણે પતિની હત્યા માટે 3 મહિના પહેલા કાવતરું ઘડ્યું હતું. પતિ વાડીમાં રાત્રે ખાટલે સૂતા હતા ત્યારે પત્ની અને પ્રેમીએ દુપટ્ટો અને સાડીથી ફાંસો આપી હત્યા કરી નાંખી હતી.