જસદણમાં આયોજિત ધર્મસભામાં ઉપસ્થિત સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી નિરંજન દાસ સ્વામીએ બફાટ કર્યો હતો. સોખડાના સ્વામીએ ધર્મ સભામાં દેવી દેવતાથી મહાન તેમના ગુરૂને ગણાવ્યા હતા. આ નિવેદનને લઇને સનાતન ધર્મના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. , ઘર્મગુરૂ જ્યોર્તિનાથે પણ આ નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ પહેલા પણ સાળંગપુરમાં હનુમાનજીની ચિત્રને સહજાનંદ સ્વામીના ચરણ સમક્ષ બતાવીને હનુમાનજીનું પણ અપમાન કરતું ચિત્ર સામે આવ્યું હતું. જેને લઇને ભારે રોષ પ્રગટ થયો હતો. જો કે ભારે વિરોધ અને રોષ બાદ આખરે આ કૃત્ય માટે માફી માંગવામાં આવી હતી અને સહજાનંદ સ્વામીને વંદન કરતું હનુમાનજીનું ચિત્ર હટાવવમાં આવ્યું હતું. નોંધનિય છે કે. 26 ઓક્ટબરે રાજકોટના જસદણમાં ધર્મસભા યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત સોખડાના નિરંજનદાસ સ્વામીએ હિન્દુ દેવી દેવતા માટે અપમાનજનક નિવેદન કર્યું હતું. જાણીએ ઘર્મસભામાં નિરંજન દાસ સ્વામીએ શું બફાટ કર્યો.
-આ પણ વાંચો
Chandra Grahan 2023: ચંદ્રગ્રહણના કારણે રાજ્યના આ મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર