ગાંધીનગર:  ગુજરાતમાં સૌપ્રથમવાર તળાવમાં  સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે.  વડનગરના શર્મિષ્ઠા તળાવમાં સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે.  1 મે ગુજરાત સ્થાપના દિવસના દિવસે આ કોમ્પિટિશન યોજાશે.  2000 મીટર,800 મીટર,અને 400 મીટર એમ 3 ભાગમાં  કોમ્પિટિશન યોજાશે.  આ સ્પર્ધામાં સુરત, મુંબઇ સહિત મહેસાણાના સ્પર્ધકો ભાગ લેશે. અનેક સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.


ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પાટણમાં કરાશે


પાટણ ખાતે 1 મેના દિવસે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.  તેને લઈ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.  પાટણ ખાતે આવેલ જિલ્લા સરકારી કચરીઓ રંગબેરંગી લાઈટની રોશનીથી શણગારવામાં આવી છે. પાટણમાં પહેલી 1 મેના દિવસે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પાટણ ખાતે હાજર રહેશે.  પાટણ શહેરના રોડ રસ્તા તેમજ સરકારી કચેરીઓ રંગબેરંગી લાઈટથી શણગારી દેવામાં આવી છે.  પાટણ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીને લઈ તૈયારી કરવામાં આવી રહી છે.  તેને લઈ રાજ્ય સરકારના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી જગદીશ  પંચાલે મીડિયાને વિવિધ માહિતી આપી હતી.


સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે કે પહેલી મે ગુજરાત ગૌરવ દિવસ આ વખતે રાજ્ય સરકારે પાટણમાં ઉજવવાનું નક્કી કર્યું છે.  દરેક જિલ્લાને લાભ મળે તે માટે આ વખત પાટણ ખાતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં નક્કી કર્યું છે.  110  કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થવાનું છે.  330 કરોડના   ઇ-લોકાર્પણ કરવાના છે. પાટણ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે પોલીસે પણ સુરક્ષાને લઈ તૈયારી કરી લીધી છે.  પાટણના જિલ્લા પોલીસ વડાએ મીડિયાને માહિત આપતા જણાવ્યું હતું કે 1મે 2022ના દિવસે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પાટણ થવાનો છે ત્યારે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.


ગુજરાત ગૌરવ દિવસની પાટણ ખાતે ઉજવણી થઈ રહી છે ત્યારે પાટણની કલેક્ટર કચેરી, જુના સર્કિટ હાઉસ, જિલ્લા પંચાયત કચેરી, પાટણ જિલ્લા વડાની કચેરી રંગ બે રંગી લાઈટથી ઝગમગી ઉઠી છે. સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું   1 મે 2022ના સવારે 10:10 વાગ્યે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.  રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં પાંચ ગેલેરી ઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ડાયનોસોર ગેલેરી, હ્યુમન  સાયન્સ ગેલેરી સહિત પાંચ ગેલેરી રાખવામાં આવી છે.  પાટણ જિલ્લામાં વિકાસ કાર્યો નું મુખ્યમંત્રી દ્રારા ઇ લોકાર્પણ અને ઇ ખાત મુહૂર્ત સ્થળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનુ ગ્રાઉન્ડ પહેલી 1મે 2022ના સવારે 10:30 વાગ્યે કરવામાં આવશે.    મુખ્યમંત્રી શસ્ત્રપ્રદર્શનની મુલાકાત લેશે.  પહેલી મે 2022ના બપોરે 1200  વાગ્યે


જાહેર જનતા માટે શસ્ત્ર પ્રદર્શન તા. 29 એપ્રિલ 2022 થી 1 મે 2022 ના સવારે 10 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યે થી રાત્રે 8 વાગ્યા સુધી પ્રદર્શન રાખવામાં આવ્યું છે.1 મે 2022ના સાંજે 5:00 વાગ્યે કોલેજ ગ્રાઉન્ડ પાટણ ખાતે  પરેડ,  રાઇફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો,  ડોગ શો, અશ્વ શો, બેન્ડ ડિસ્પ્લે અને સંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.   રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિત માં સંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાશે.