Syrup Death: મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં માસૂમ બાળકોનો જીવ લેનાર ઝેરી સિરપનું ગુજરાત કનેકશન સામે આવ્યુ છે. સિરપ બનાવનાર ગુજરાતની બે ફાર્મા કંપનીઓ હાલ  રડાર પર છે.બાવળાની રેડનેક્સ ફાર્મા અને  સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપની શંકાના દાયદા છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નિર્ધારીત માત્રા કરતા વધુ ડ્રગ્સ વાળુ સિરપ ગુજરાતમાં બન્યું હતું. ત્રણ દિવસ સુધી રેડનેક્સ કંપનીમાં તપાસ ચાલી હતી. કફ સિરપ માટે સુરેન્દ્રનગરની કંપનીમાંથી કાચો માલ એટલે કે આ કેમિકલ ગયું હતુ.

Continues below advertisement

ગાંધીનગર ડ્રગ્સ વિભાગની ટીમે સુરેન્દ્રનગરમાં  તપાસ કરી.  જો કે કંપનીના માલિકનો કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે.  ઉલ્લેખનિય છે કે, કેમિકલ ડાયએથિલીન ગ્લાઈકૉલનું ઉત્પાદન ગુજરાતની કંપનીઓમાં થાય છે. આ કેમિકલ વધુ ઉમેરવાથી તે ઝેરી બને છે. આ કફ સિરપમાં ઝેરી કેમિકલની વધુ પડતી માત્રા જોવા મળી હતી.  બંને સિરપ પર તાત્કાલિક રોક લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે . મધ્યપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આ સિરપના પ્રોડકશન અને વેચાણ પર પ્રતિબંધ લેગાવી દેવાયો  છે.

સિરપ કાંડમાં 14 બાળકના મોતનું પગેરૂ ગુજરાતમાં નીકળતા. એબીપી અસ્મિતા  સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપની પર પહોંચ્યું હતું અને સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ ગુજરાતમાં નશીલા કફ સિરપનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. અગાઉ ચાંગોદરમાંથી નશીલા કફ સિરપની ફેકટરી  ઝડપાઇ હતી નફો કરવાની લ્હાયમાં ઉત્પાદકો નશીલા પદાર્થનો વધુ ઉપયોગ કરે છે. ગુજરાતમાં પણ કફ સિરપના નામે નશાનો વેપાર  ચાલતો હતો.

Continues below advertisement

બગોદરા પાસે આવેલી દવાની કંપનીમાં રેડ 

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીધા બાદ બાળકોના મોત બાદ ફૂડ વિભાગ સતર્ક બન્યું છે. ફૂડ-ડ્રગ્સ વિભાગે અમદાવાદ બગોદરા નજીક દવાની કંપનીમાં રેડ પાડી હતી, જેમાં નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાનો મોટા જથ્થો મળી આવ્યો છે.  કેન્દ્ર અને રાજ્યના ફૂડ-ડ્રગ્સ વિભાગે ઈન્સ્પેકશન કરી દવાનો જથ્થો જપ્ત કર્યો છે.,નોનક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાઓ મળતા કંપનીનું પ્રોડકશન પણ બંધ  કરાવ્યું છે. ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે  કંપનીને નોટિસ આપી ખુલાસો કરવા આદેશ આપ્યાં છે. ઉલ્લેખનિય છે કે, આ કાર્યવાહી મધ્યપ્રદેશ સરકારની નોનક્વોલિટી સ્ટાન્ડર્ડના દવાના લિસ્ટના આધારે કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક મહિનામાં કફ સિરપથી  મધ્યપ્રદેશના છિંદવાડામાં 11 બાળકો અને રાજસ્થાનમાં 3 બાળકોના મૃત્યુ બાદ, બંને રાજ્યોમાં બાળ સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ બેને રાજ્યોમાં કફ સિરપ પીધા બાદ બાળકોનો મોત થયા છે. જેને લઇને હવે ફૂડ અને ડ્રગ્સ વિભાગ કેટલીક લિસ્ટેડ દવા અંગે તપાસ કરી રહી છે આ સીરપનું વેચાણ તાત્કાલિક બંધ કરાયું છે. જો કે ગુજરાત માટે રાહતની વાત છે કે, આ સીરપ ગુજરાતમાં નથી વેચાતું. જે અન્ય રાજ્યોમાં  રાજ્યમાં કોલ્ડ્રિફ કફ સિરપ વેચાઇ રહ્યું છે. તેના પર પણ પ્રતિબંધ લગાવવામં આવી રહ્યો છે.