Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાતના કચ્છ તરફ વળતા હાલ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતમાં જો આ સિસ્ટમ ગુજરાત તરફ હજુ આગળ વધશે તો આગામી 2થી3 દિવસ ભારે વરસાદનું અનુમાન છે.
આગામી 24 કલાકમાં ક્યાં પડશે ભારે વરસાદ
ગુજરાત પર સિસ્ટમ એક્ટિવ અને મજબૂત બનતા આવતા 24 કલાક, કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે છે.આ વિસ્તારમાં ભારે વરસાદ પડશે. તો કેટલાકમાં વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પાટણ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા,જામનગર,રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ,પોરબંદરમા ભારે વરસાદની શકયતા છે. તો પૂર્વ ગુજરાતમાં કાલથી વરસાદનું જોર ઘટશે.
આ જિલ્લામાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ડિપ્રેશન બની ગઇ છે. જે ગુજરાત પર આગામી 24 કલાક સુધી આગળ વધશે અને ત્યાં સુધીમાં તે નબળી પડે તેવી કોઇ શક્યતા ઓછી છે. જો કે નબળી પડશે તો પણ વેલમાર્ક લો પ્રેશર એરિયા બનશે તો પણ ઉપરોક્ત વિસ્તારમાં વરસાદ વરસતો રહેશે. જો આ સિસ્ટમ ગુજરાત પર નીચેની તરફ જ ગતિ કરશે તો આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે અને જો ઉપર તરફ ફંટાશે તો આગામી 2 દિવસ ગુજરાતમાં મેઘતાંડવ યથાવત રહેશે.
ક્યાં કેટલો વરસાદ?છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 10.51 ઇંચ વરસાદ કપરાડામાં નોંધાયો છે. આ ઉપરાંત, પોશીનામાં 6.02 ઇંચ, ધરમપુરમાં 5.43 ઇંચ, રાધનપુરમાં 4.65 ઇંચ, ઉમરગામમાં 4.49 ઇંચ, ભચાઉમાં 4.37 ઇંચ, લાખણીમાં 4.09 ઇંચ અને તલોદમાં 4.02 ઇંચ વરસાદ વરસ્યો છે. પાલનપુરમાં પણ 3.09 ઇંચ વરસાદ પડ્યો છે.
ચાર જિલ્લામાં રેડ એલર્ટ, અન્યમાં ઓરેન્જ એલર્ટહવામાન વિભાગની આગાહી મુજબ, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.