Talati Exam Live Update: તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ, પેપર સરળ હોવાનો પરીક્ષાર્થીનો દાવો

આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે, રાજ્યના 2697 કન્દ્ર પર આ પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષા 3400થી વધુ જગ્યાઓ માટે લેવાવાની છે, જેમાં અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

gujarati.abplive.com Last Updated: 07 May 2023 12:50 PM
Talati Exam: શાંતિપૂર્ણ માહોલમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા શરૂ

Talati Exam:પાંચ વર્ષના લાંબા ઇંતેજાર બાદ આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3,437 ખાલી જગ્યા છે, જેની સામે 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. પેપર એક કલાકનું છે. 12:30 સમયસર પરીક્ષા શરૂ થઇ ગઇ હતી જે 1:30 પૂર્ણ થશે. રાજ્યના 2697 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાઇ રહી છે.   


શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓ કરી દેવાઇ હતી. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે વધુ બસો દોડાવી છે. રાજકોટ એસટી ડિવિઝને ઉમેદવારો માટે 200થી વધારે બસ મુકી છે. પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના  17.10  લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64, 400ઉમેદવારો પરીક્ષા આપી રહ્શેયાં છે . રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 ૪ પરીક્ષા કેન્દ્રોના 28814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં છે. કોઇ ગેરરીતિ ન થાય માટે  દરેક ઉમેદવારોનો પરીક્ષા કેન્દ્રમાં પવેશ વીડિયોગ્રાફી બાદ જ કરાયો હતો.  ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં  આવી હતી..

વડોદરા: આવતી કાલે લગ્ન અને આજે આપશે પરીક્ષા, એક્ઝામ માટે વડોદરાથી દાહોદ પહોંચી

તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરીક્ષા આપવા માટે  દુલ્હન પણ પહોંચી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે વડોદરા થી દાહોદ  દુલ્હન પહોંચી હતી. આ યુવતીના આવતી કાલે લગ્ન છે પરંતુ તેમણે પરીક્ષાને પ્રાથમિકતા આપતા તે વડોદરા થી દાહોદ  પરીક્ષા આપવા પહોંચી હતી.

ગાંધીનગર પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હસમુખ પટેલ, વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ

તલાટી કમ મંત્રીની પરીક્ષા શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. કોઇ ગરબડી વિના સુવ્યવસ્થિ રીતે પરીક્ષા લેવાઇ માટે આ વખત સધન  વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધા વચ્ચે પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરલા ઓચિંતા જ હસમુખ પટેલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

ગાંધીનગર જિલ્લામાં 109 પરીક્ષા કેન્દ્રો પર 30,060 જેટલા ઉમેદવારો આપશે  પરીક્ષા

ગાંધીનગર જિલ્લામાં 109 પરીક્ષા કેન્દ્રો પર 30,060 જેટલા ઉમેદવારો  પરીક્ષા આપશે. ગાંધીનગર જિલ્લાના પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્રો સુધી સઘન પોલીસ સુરક્ષા સાથે પહોંચાડવામાં આવશે, ગાંધીનગર જિલ્લા પંચાયતથી ગાંધીનગ ના 109 કેન્દ્રો પર પ્રશ્ન પત્રો રૂટ મુજબ  પહોંચાડવામાં આવશે.

અમદાવાદ:તલાટીની પરીક્ષાને લઇને શહેરમાં શરૂ કરાયા 4 સ્ટ્રોન્ગ રૂમ

તલાટીની પરીક્ષા સુવ્યવસ્થિત રીતે યોજાઇ માટે સધન વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં 4 સ્ટ્રોન્ગ રૂમ તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યાંથી જ તલાટી પરીક્ષાના પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવશે. સ્ટ્રોંગ રૂમથી વાહનમાં પોલીસ સાથે 4 કર્મીના સ્ટાફ સાથે પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવશે પ્રશ્નપત્ર સહિતનું સાહિત્ય  કેન્દ્રો પર પહોચાડવામાં આવશે.

વડોદરા: તલાટીની પરીક્ષાને લઇને પારૂલ યુનિવર્સિટીએ કરી પરિવહનની વિશેષ વ્યવસ્થા

તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને પારૂલ યુનિવર્સીટી ધ્વારા 15 યુનિવર્સિટીની બસ અને જિલ્લા પોલીસ ધ્વારા ખાનગી વાહનોની વ્યવસ્થા કરાવમાં આવી છે.વાઘોડિયા અને આજવા ચોકડીથી પરીક્ષાના કેન્દ્ર સુધી ઉમેદવારને વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે.

સુરતમાં 216 પરીક્ષા કેન્દ્રો પર 74 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

સુરતમાં 216 પરીક્ષા કેન્દ્રો પર 74 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારો માટે 2498 વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.સુરત જિલ્લાના કુલ 216 કેન્દ્રો પર ૭૪,૯૪૦ ઉમેદવારો તલાટી કમ મંત્રી (વર્ગ-૩)ની પરીક્ષા આપશે.પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં કોઈ પ્રકારની ગેરરીતિ વિના સંપન્ન થાય એ હેતુથી વર્ગ-2 કક્ષાના કુલ-15 નાયબ જિલ્લા કો-ઓર્ડિનેટરોને જવાબદારી સોંપાઇ છે.

સુરત: તલાટીની પરીક્ષાના કારણે શહેરના બસસ્ટોપ ભારે ભીડ

આજે તલાટીની પરીક્ષાને લઇને બસસ્ટોપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. પરીક્ષાર્થીઓ અલગ અલગ જિલ્લા માંથી સુરત પહોંચ્યા હતા. સુરત શહેરના દરેક કેન્દ્ર પર ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઈ પણ નિષ્કાળજી ન રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. સુરત ના T &TV સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ ઉભો કરાયો છે જયાંથી  પરીક્ષા પેપર ડીસ્પેચ થશે,પરીક્ષા કેન્દ્ર સુધી પોલીસ ANE કેમેરા રેકોર્ડિંગ સાથે  સજ્જ રહેશે.

પરીક્ષામાં કોઇ ગેરરિતી ન થાય માટે તંત્ર સજ્જ

સતત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીંક થતાં હોવાથી આ વખતે આ મુદ્દે ચુસ્ત સુરક્ષા અને કોઇ ગેરરિતી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે કેટલાક વિશેષ નિયમો પણ લાગૂ કરવામાં આવ્યાં છે. ઉમેદવારની ઓળખની પુરેપુરી ચકાસણી કરીને જ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીટી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લેનાર તમામ ઉમેદવારોની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.


હસમુખ પટેલે બાંહેધરી આપી છે કે  પરીક્ષામાં ગેરરીતી કે અડચણ ઉભી કરનાર સામે નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરાશે. કાયદામાં 3થી 5 વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. સાથે મિલકત પણ જપ્ત થઇ શકે છે.

સઘન સુરક્ષા વચ્ચે લેવાશે તલાટીની પરીક્ષા

આજે બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા લેવાનાર છે. ત્યારે તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ SOP પણ બનાવાઈ છે. 

બ્રેકગ્રાઉન્ડ

Talati Exam Live Update:આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે, રાજ્યના  2697 કન્દ્ર પર આ પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષા 3400થી વધુ જગ્યાઓ માટે લેવાવાની છે, જેમાં અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પરીક્ષા આજે બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા લેવાનાર છે


રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાશે. રેકોર્ડબ્રેડ સાડા આઠ લાખ ઉમેદવાર તલાટીની પરીક્ષા આપશે.  શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે વધુ બસો દોડાવી છે. રાજકોટ એસટી ડિવિઝને ઉમેદવારો માટે 200થી વધારે બસ મુકી છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે.


પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના ૧૭.૧૦ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના ૮,૬૪,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮,૮૧૪ વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.


ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. જે મુજબ રાજ્યના કુલ ૮,૬૪,૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.