Talati Exam 2023: રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ચૂકી છે. આજે રાજ્યમાં 2697 કેન્દ્રો પર આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ હતી. એક કલાકના પેપર બાદ પરીક્ષાર્થીઓએ દાવો કર્યો હતો કે પેપર સામાન્ અને સરળ હતુ પરંતુ લાંબુ હોવાથી સમય પર પૂર્ણ કરવામાં મુશ્કેલ બન્યુ હતુ. ખાસ વાત છે કે, રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી, જેમાં અંદાજિત 8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓને અગવડ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરી હતી. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે પણ આજે વધારાની બસો દોડાવી હતી. સવારથી જ તમામ જિલ્લાના એસટી બસ સ્ટેન્ડો પર પરીક્ષાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.
કેટલા ઉમેદવારોએ ભર્યા હતા તલાટી કમ મંત્રીના ફૉર્મ -
પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના ૧૭.૧૦ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના ૮,૬૪,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપી હતી. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮,૮૧૪ વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપી હતી. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉ પેપર ફૂટવાના ડર રહેતો હતો, જેના કારણે આ વખતે તમામ પ્રકારે સઘન સુરક્ષા ગોઠવવામાં આવી હતી. કોઇ ગેરરીતિ ન થાય માટે દરેક ઉમેદવારોનો પરીક્ષા કેન્દ્રમાં પવેશ વીડિયોગ્રાફી બાદ જ કરાયો હતો. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવી હતી..
લગ્ન કરતા પહેલા દુલ્હને આપી પરીક્ષા -
તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરીક્ષા આપવા માટે દુલ્હન પણ પહોંચી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે વડોદરા થી દાહોદ દુલ્હન પહોંચી હતી. આ યુવતીના આવતી કાલે લગ્ન છે પરંતુ તેમણે પરીક્ષાને પ્રાથમિકતા આપતા તે વડોદરા થી દાહોદ પરીક્ષા આપવા પહોંચી હતી.
હસમુખ પટેલે પરીક્ષા કેન્દ્રની અચાનક લીધી મુલાકાત -
તલાટી કમ મંત્રીની પરીક્ષા શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. કોઇ ગરબડી વિના સુવ્યવસ્થિ રીતે પરીક્ષા લેવાઇ માટે આ વખત સધન વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધા વચ્ચે પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરલા ઓચિંતા જ હસમુખ પટેલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
સવારથી જ તમામ બસ સ્ટૉપ પર ભારે ભીડ રહી -
આજે તલાટીની પરીક્ષાને લઇને બસસ્ટોપ પર ભારે ભીડ જોવા મળી રહી છે. પરીક્ષાર્થીઓ અલગ અલગ જિલ્લા માંથી સુરત પહોંચ્યા હતા. સુરત શહેરના દરેક કેન્દ્ર પર ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઈ પણ નિષ્કાળજી ન રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. સુરત ના T &TV સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ ઉભો કરાયો છે જયાંથી પરીક્ષા પેપર ડીસ્પેચ થશે,પરીક્ષા કેન્દ્ર સુધી પોલીસ ANE કેમેરા રેકોર્ડિંગ સાથે સજ્જ રહેશે.
પરીક્ષામાં કોઇ ગેરરિતી ન થાય માટે તંત્ર સજ્જ
સતત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીંક થતાં હોવાથી આ વખતે આ મુદ્દે ચુસ્ત સુરક્ષા અને કોઇ ગેરરિતી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે કેટલાક વિશેષ નિયમો પણ લાગૂ કરવામાં આવ્યાં છે. ઉમેદવારની ઓળખની પુરેપુરી ચકાસણી કરીને જ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીટી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લેનાર તમામ ઉમેદવારોની વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
હસમુખ પટેલે બાંહેધરી આપી છે કે પરીક્ષામાં ગેરરીતી કે અડચણ ઉભી કરનાર સામે નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરાશે. કાયદામાં 3થી 5 વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. સાથે મિલકત પણ જપ્ત થઇ શકે છે.
સઘન સુરક્ષા વચ્ચે લેવાશે તલાટીની પરીક્ષા
આજે બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા લેવાનાર છે. ત્યારે તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ SOP પણ બનાવાઈ છે.