વ્યારાઃ તાપીના વ્યારામાં ધર્મપરિવર્તન કરાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વ્યારા પોલીસ સ્ટેશનમાં ધર્મપરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવાર ના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. વ્યારા પોલીસે એક જ પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ હતી.


મળતી જાણકારી અનુસાર, અંબિકા નગરમાં રહેતા બે યુવક, પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ સામે ધર્મપરિવર્તન કરાવવાનો ગુનો નોંધાયો હતો. હિંદુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવા મામલે ગુનો દાખલ કરાયો છે. બે હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેઓને ઘરે લઇ જઇ એક રાત સુધી ગોંધી રાખવામાં આવી હતી.


ખ્રિસ્તી પરિવારના 2 આરોપીએ અલગ અલગ 2 હિંદુ છોકરીને પ્રેમજાળમાં ફસાવી ઘરે લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી હતી. વ્યારા પોલીસે રાત્રે જ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.


ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર આવી વિવાદમાં


વિવાદિત કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ થઈ છે. વસ્ત્રાપુર પોલીસ મથકે ધમકી અને છેડતીની ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુરમાં રહેતી મહિલાએ  ફરિયાદ નોંધાવી છે. અગાઉ સેટેલાઈટમાં થયેલી ફરિયાદને લઇ ધમકી આપતા હોવાનો આક્ષેપ થયો છે. વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


નોંધનીય છે કે, અમદાવાદની યુવતીએ કીર્તિ પટેલ સામે લોખંડની પાઈપથી માર માર્યો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવી છે. હવે આ સમગ્ર મામલે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં રાણીપ ખાતે રહેતા 27 વર્ષની યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે અને તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. 6 મહિના અગાઉ તે ઈન્સ્ટાગ્રામમાં તેના મિત્રો સાથે લાઈવ હતી. આ દરમિયાન ટિકટોકથી જાણીતી બનેલી સુરતની કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવીને તેની માતાને ગાળો આપી હતી. આ મામલે તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.