તાપીઃ વાલોડ તાલુકા પંચાયતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પુરુષે પોતાના શરીર પર આગ ચાંપી હતી અને ત્યાર બાદ તાલુકા પંચાયત કચેરીમાં કામ કરતી મહિલા કર્મચારીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનામાં પુરુષ અને મહિલા બંનેના મોત નિપજ્યાં છે.


આજે એક પુરુષ વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં પ્રવશ્યો હતો. ત્યાર બાદ આ પુરુષે પહેલા માળે પહોંચીને પોતાના શરીર પર આંગ ચાંપી દીધી હતી. આગ ચાંપ્યા બાદ અચાનક તાલુકા પંચાયત કચેરીમાં નરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી એક મહિલા કર્મચારીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે કોઈ આગ બુઝાવે તે પહેલાં જ પુરુષ અને મહિલા આગમાં ભડથું થઈ ગયા હતા. આ કૃત્ય કરનાર પુરુષની હજી સુધી ઓળખ નથી થઈ શકી પરંતુ પ્રાથમિક તપાસમાં આ પુરુષ પંચાયત કચેરીમાં કામ કરતી મહિલાનો પતિ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને લઈ વાલોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ હાથ ધરી છે.


મહેસાણા: કાજલ મહેરિયાએ પોતાના પર થયેલા હુમલાની ઘટના વર્ણવી, કહ્યું - મારાં કપડાં ફાડી નાખ્યાં


પાટણના ધારપુરમાં યોજાયેલા ડીજે પ્રોગ્રામમાં લોક ગાયિકા કાજલ મહેરિયા પર પાંચ ઈસમોએ હુમલો કર્યો હતો. ધારપુરમાં ડેરી પાસે બનેલી આ હુમલાની ઘટનામાં કાજલ મહેરિયા ઉપર અગાઉના મનદુઃખને લઈ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે આ મામલે કાજલ મહેરિયાએ નિવેદન આપ્યું છે.


કાજલ મહેરિયાએ હુમલા વિશે જાણકારી આપતાં કહ્યું કે, મારા પર પાંચ લોકોએ લાકડી વડે હૂમલો કર્યો હતો. હુમલો કરનાર ઈસમો મારી પાસે અવાર-નવાર પૈસા ની માંગણી કરતા હતા. ત્યાર બાદ હવે મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે હુમલો કરાયે ત્યારે મારાં કપડાં પણ ફાડવામાં આવ્યાં હતાં અને મારી ગાડીના કાચ પણ તોડી નાંખ્યા હતા. કાજલ મહેરિયાએ આગળ જણાવ્યું કે, જો એક લોકગાયક છોકરીના કપડાં જાહેરમા ફાડવામાં આવે તો આ લોકો સામાન્ય માણસોને શું ના કરે?