Rahul Gandhi Gujarat Visit:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. ગુજરાત કોગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ મંચ પર ઉપસ્થિત છે. સંમેલનમાં સંબોધન કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.


રઘુ શર્માએ શું કહ્યું


ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું, ગુજરાતના આદિવાસીઓને તેમનો હક મેળવો જોઇએ. વડાપ્રધાન દાહોદ માં કાર્યક્રમ કરીને ગયા, તેઓ એકપણ વાક્ય આદિવાસી હકો માટે ના બોલ્યા.
આદિવાસીઓને ભાજપ સરકાર શા માટે તેમના હકો થી દુર રાખે છે. આદિવાસી વિસ્તારોમાં સંવિધાન ચોપાલ કરીશું. 10 લાખ આદિવાસીઓ પાસે જઈ હકપત્ર ભરાવીશું. 2022 માં ગુજરાતમાં 125 થી વધુ બેઠકો જીતીશું.
ગુજરાતમાં વિપક્ષ ને આંદોલન કરવાની મંજૂરી નથી, આંદોલન વિપક્ષનો અધિકાર છે.






જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને શું આપ્યું વચન


આદિવાસી સત્યાગ્રહના મંચ પરથી જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને વચન આપતાં કહ્યું, આદિવાસી સમુદાયની તમામ બેઠક કોંગ્રેસને જીતાડિશું. આદિવાસી અનામત 27 બેઠક અને આદિવાસી પ્રભાવિત 13 બેઠક પણ જીતીશું. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. જે આદિવાસી સમુદાય વચ્ચે જઈને કામ કરશે તેને જ ટિકિટ મળશે. ખાટલા બેઠક, ચોપાલ અને ઘરેઘરે જશે તેને જ આગામી ચૂંટણીમાં ટિકિટ મળશે.






આ પણ વાંચોઃ


IPL 2022 Point Table: KKR ની જીત બાદ પોઇન્ટ્સ ટેબલમાં થયો મોટો ઉલટફેર, પ્લેઓફની રેસ બની રોમાંચક


Covid-19 Vaccine: દેશમાં 12-14 વર્ષના કેટલા કરોડ બાળકોને અપાઈ કોરોના રસી ? જાણો વિગત


Subsidy Expenses: કોરોના મહામારીમાં મોદી સરકારે ખોલ્યો ખજાનો, સબ્સિડી પર ખર્ચ કર્યા આટલા રૂપિયા


LIC IPO GMP :  સૌથી મોટા આઈપીઓનું કેમ ઘટી રહ્યું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ, જાણો વિગત