Tapi News: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે, આજે વધુ એકનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તાપી જિલ્લાના ભાજપ નેતાનું હાર્ટ એટેકથી મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. તાપી જિલ્લા ભાજપ નેતાનું હાર્ટ એટેકથી મોત થયુ છે, ભાજપ નેતા વેચીયાભાઇ વસાવાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 53 વર્ષીય વેચીયાભાઇ વસાવાને આજે સવારે અચાનક હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા, બાદમાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મોત થઇ ગયુ હતુ. 


ભારતીયોની આ 6 ગંદી આદત વધારી રહી છે હાર્ટ એટેકને ખતરો, ક્યાંક તમે પણ નથી કરતાંને ફોલો


દેશમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી મોતના કેસનું પ્રમાણ વધ્યું છે. યુવાનો મોટા ભાગે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ઘણીવાર લોકો વિચારે છે કે હાર્ટ એટેક અચાનક આવે છે, પરંતુ તેની પાછળ ઘણા કારણો છે, ખાસ કરીને ભારતીયોની આ 7 આદતો હાર્ટ એટેકનું જોખમ ખૂબ વધારી શકે છે.


હાર્ટ એટેક એક એવી સમસ્યા છે જે દિવસેને દિવસે વધી રહી છે, હાર્ટ એટેકની સમસ્યા માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં પરંતુ બાળકો અને યુવાનોમાં પણ વધી રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આની પાછળનું કારણ શું છે, તો ચાલો આજે અમે તમને એવી 7 આદતો વિશે જણાવીએ જે ભારતીય લોકોમાં ધીરે ધીરે વધી રહી છે અને તેના કારણે હાર્ટ એટેકનો ખતરો પણ ઝડપથી વધી રહ્યો છે અને આજકાલ યુવાનો પણ મોટા પ્રમાણમાં હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.


હાર્ટ એટેક માટે જવાબદાર ગંદી આદતો



  • ડેસ્ક જોબ્સમાં વધારો અને શારીરિક પ્રવૃત્તિના અભાવ સાથે, ઘણા ભારતીયો બિનઆરોગ્યપ્રદ અને અનિયમિત જીવન જીવે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે.

  • ભારતમાં ઉચ્ચ ચરબી, ખાંડ અને પ્રોસેસ્ડ ખોરાકનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે, જે સ્થૂળતા, ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર અને હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી જાય છે, જે હૃદય રોગ માટેના તમામ જોખમી પરિબળો છે.

  • ભારતમાં તાજેતરના સમયમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે લોકોને હૃદય રોગની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

  • કામનું દબાણ, નાણાકીય સમસ્યાઓ, પ્રેમમાં વિશ્વાસઘાત અને જીવનશૈલીમાં ફેરફાર જેવા વિવિધ કારણોને લીધે તણાવનું સ્તર વધ્યું છે, જે હૃદયની સમસ્યાઓમાં ફાળો આપી શકે છે.

  • ભારતમાં, ખાસ કરીને મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુમાં, ખરાબ હવા ગુણવત્તા સૂચકાંકને કારણે હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે.

  • ભારતમાં ધૂમ્રપાન અને તમાકુનું વ્યાપકપણે સેવન કરવામાં આવે છે, જે હૃદયની સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ કારણ છે.


Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. ABPLive કોઈ પણ માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો.