તાપીઃ રાજ્યમાં જીવલેણ અકસ્માત અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. આજે તાપીના વાલોડ બાજીપુરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના મોત થયો હતો.

મળતી માહિતી પ્રમાણે, કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. છ જેટલા યુવકો વાલોડથી બાજીપૂરા તરફ ધાર્મિક કાર્યક્રમમાં જતાં હતા, તે પૈકી ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તમામ  યુવકો વાલોડના રહેવાસી હતા.

ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ યુવકોને 108 મારફતે બારડોલી અને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવ્યા હતા. વાલોડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.