અંકલેશ્વરના ભરણ ગામે દીપડાના હુમલાથી બાળકનું મોત
abpasmita.in | 04 Jan 2020 02:00 PM (IST)
સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલા અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે ખેતમજૂરના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકનું મોત થયું છે.
અંકલેશ્વર: સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલા અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે ખેતમજૂરના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકનું મોત થયું છે. માતા પિતા શેરડી કાપી રહ્યા હતા ત્યારે બાળક રમી રહ્યું હતું. આ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. બાળકનું નામ કિશન પિન્ટુ વળવી છે. બાળક ને પ્રાથમિક સારવાર માટે કોસંબાની આરફ હોસ્પિટલમાં અને ત્યારબાદ સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા માંડવી ના પાતલ ગામે દીપડાએ બાળકીનો શિકાર કર્યો હતો. દીપડાના આ પ્રકારના હુમલાના કારણે લોકોમાં ફફડાટ છે. છેલ્લા 4 દિવસમાં દીપડા દ્વારા આ વિસ્તાર માં હુમલાની ત્રીજી ઘટના બની છે. આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ફફટાડ છે.