તાપી: ડોલવણના બેડચિત ગામેથી પસાર થતી નહેરમાં નાહવા પડેલા બે યુવકોના મોત થયા છે. એક કિશોર અને એક સગીરનુ મોત થતા અરેરાટી મચી જવા પામી છે. બંને મુંબઈથી વાલોડ ગામે સબંધીને ત્યાં વેકેશન માણવા આવ્યા હતા. ઉવેશ શેખ ઉંમર વર્ષ ૧૩ અને અબુ શેખ ઉંમર વર્ષ ૧૮ નામના યુવકોના મોત થયા છે.  એક નો મૃતદેહ ખેરગામ અને બીજાનો મૃતદેહ વલસાડના પાથરી ગામ નજીકથી મળી આવ્યો હતો. બંનેની ગુમ થાની જાણવા જોગ ફરિયાદ વાલોડ પોલીસ મથકે નોંધાઇ હતી.


ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ


 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં એસજી હાઇવે, ગોતા, રાણીપ , બોપાલ, સાઉથ બોપલ, સેલા, સાબરમતી,બાપુનગર, મણિનગર સહિત વેજલપુરમાં કમોસમી વરસાદે મોનસૂન જેવો માહોલ સર્જી દીધો છે.


સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ 


સૌરાષ્ટમાં પણ કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે. અહીં રાજકોટ, ગોંડલ  શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ અને શેરીમાં  પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. અહીં ગાજવીજ સાથે એક કલાકથી વધુ વરસાદ પ઼ડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતા મૂક્યા છે.રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસાદથી ઉમવાડા અંડર બ્રિજમાં પાણી ભરાઇ ગયું છે. શહેરના મુખ્ય વિસ્તારો કોલેજ ચોક, લાલપુલ, બસ સ્ટેન્ડ રોડ, ઉમવાડા અંડર બ્રિજમાં પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


કોડીનારમાં ગાજવીજ સાથે 4 કલાક સુધીમાં  પડ્યો 2 ઇંચ વરસાદ, રસ્તા પર ભરાયા પાણી


કોડીનારમાં કમોસમી વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જી છે. અહીં મધ્ય રાત્રી ના 2 થી સવારે 6 વાગ્યા સુઘીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને ગાજ વીજ સાથે  વરસાદ વરસતાં રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. કોડીનારમાં ભારે કડાકા ભડાકા અને પવન ના સુસવાટા સાથે 4 કલાક સુધી વરસાદ વરસ્યો.કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાની ભીતિ સેવાઇ રહી છે જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે.