Taral Bhatt News: પોલીસ બેઠાંના મોટા અધિકારી તરલ ભટ્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. એટીએસની ટીમ તરલ ભટ્ટને લઇને જુનાગઢ પહોંચી છે, અને બહુ જલદી જુનાગઢની સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટને રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એટીએસની ટીમ તરલ ભટ્ટને શુક્રવારે અમદાવાદમાંથી ધરપકડ કરી હતી. સસ્પેન્ટેડ પીઆઇ તરલ ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારીઓ ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા હોવાની વાત પણ સામે આવી છે. 


જૂનાગઢમાં એટીએસની ટીમ સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને લઇને પહોંચી છે, અને હવે તરલ ભટ્ટને રિમાન્ડ અર્થે જુનાગઢ સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગયા શુક્રવારે અમદાવાદ ખાતેથી એટીએસની ટીમે સસ્પેન્ટેડ પીઆઇ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં રિમાન્ડની માંગણી અર્થે આજે કોર્ટમાં તરલ ભટ્ને રજૂ કરવામાં આવશે. તરલ ભટ્ટ સાથે અન્ય કેટલા પોલીસ અધિકારીઓ ગુનાહિત કૃત્યમાં સામેલ છે, તે સાથેની કેટલીક બાબતો અંગે પૂછપરછ પણ કરાશે. ખાસ વાત છે કે સસ્પેન્ટેડ પીઆઇ તરલ ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાના કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરવા ATS માટે કઠીન બની રહ્યાં છે.


જૂનાગઢ તોડકાંડના આરોપી તરલ ભટ્ટ ફરિયાદ થયાના છ દિવસે ઝડપાયા છે કે હાજર થયો છે એ અંગે હજી અનેક મૂંઝવતા પ્રશ્નો છે, પરંતુ હાલ તરલ ભટ્ટ ATSના લોકઅપમાં છે. જ્યાં અગાઉ આસારામ, લોરેન્સ બિશ્નોઇ જેવા ગુનેગારો રહી ચૂક્યા છે.    


તરલ ભટ્ટની અનેક ગુનામાં સંડોવણી 
તરલ ભટ્ટની કારને ટ્રેસ કરી જૂનાગઢ કોર્ટ સમક્ષ સરેન્ડર કરે તે પહેલાં જ અમદાવાદ નજીક રીંગ રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યા હતા. તરલ ભટ્ટને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે . આ પછી ગણતરીના કલાકોમાં તોડકાંડમાં દેખાય માણાવદર સેક્સટોર્શન કેસમાં પણ આવું જ કૃત્ય આચરાયું? કદાચિત નાણાંની હેરાફેરીના ગુના હોય તો પણ આ પ્રકાશે એક-એક બેન્ક ખાતા ધારકને EDનો ડર બતાવીને લાખો રૂપિયા પડાવવાના કેટલા તોડકાંડ થયા? આવા તોડકાંડના પૈસા ક્યાં છે? આ પૈસામાં તરલના ભાગીદાર બીજા પણ છે? ખાખી વર્દીને લાગેલા ડાઘને સાફ કરવાનું અભિયાન તરલ ભટ્ટ, ગોહિલ કે જાની ઉપરાંત ઉપરના સ્તર સુધી પહોંચશે?: આવી અનેક લોકચર્ચાઓ વચ્ચે ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસની શાખ હવે તપાસની સત્યતા ઉપર ટકશે.


માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો.
તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે. અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે.


2008માં PSI તરીકે જોડાયા
PI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિલાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી. 1 લાખ રૂપિયા ન અપવા પર તાત્કાલીન પીએસઆઈ તરલ ભટ્ટે સલીમને માર માર્યો હતો. હાઈકોર્ટે ઉધડો લેતા તરલ ભટ્ટની અમદાવાદ બહાર બદલીના આદેશ આપ્યા હતા.