Tarnetar Fair in Gujarat 2022 : આગામી  1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન સુરેન્દ્રનગરના તરણેતરમાં વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો (Tarnetar Fair 2022) યોજાશે. તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન યોજાનાર આ ગ્રામિણ ઓલમ્પિકમાં પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


ગ્રામીણ ઓલમ્પિકમાં આ રમતોનો સમાવેશ કરાયો 
તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. 


ભાઈઓ માટેની રમતો 
આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટે ટુંકી દોડ, લાંબીદોડ (4 X 100 મીટર રીલે દોડ), લાંબી દોડ 3000 મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી , ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે. 


બહેનો માટેની રમતો 
જ્યારે બહેનો માટે ટુંકી દોડ, લાંબી દોડ, (4X100 મીટર રીલે દોડ), 3000 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલી બોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 


જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.


એન્ટ્રી મોકલવા માટે આ કામ કરો 
આ 17માં ગ્રામિણ ઓલમ્પિકમાં ભાગ લેવા ઇચ્છતી આપના જીલ્લાની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ “જીલ્લા રમત વિકાસ અધિકારી  પાર્થ.આર.ચૌહાણ મો. 9898974448, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, જી.સુરેન્દ્રનગર મું.લીંબડી-363421”ને 22 ઓગસ્ટ 2022 સુધીમાં સમયસર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. 


આ અંગેના એન્ટ્રી ફોર્મ દરેક જીલ્લાના જીલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશે તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના મુખ્ય કોચની યાદીમાં વધુમાં જણાવાયુ છે.