Devbhumi Dwarka : હાલ લમ્પી નામનો રોગ રાજ્યનાં પશુધન માટે જીવલેણ બની રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોગ માટે વધુ સક્રિયતા બતાવાઈ રહી છે. તંત્રની સાથે ગૌસેવકોનો ફાળો પણ અમુલય બની રહ્યો છે.
દ્વારકા જિલ્લાની વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં ગૌપ્રેમીઓ વહેલા જાગૃત થઇ જતા આ વિસ્તારોમાં રોગ નાબૂદી તરફ છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ વધુ જાગરૂકતા બતાવવાની જરૂર લાગી રહી છે.
હાલ દ્વારકા જિલ્લામાં 3,31,000 જેટલા પશુ ધન છે જેમાં 1,21,000 જેટલા ગૌવંશ છે. જિલ્લામાં હાલ આ રોગથી અસરગ્રસ્ત પશુઓ 5688 જ્યારે કુલ 58,680 પશુઓનું રસીકરણ થય ગયુ છે. સરકારી આકડે પશુઓનાં મૃત્યુનો આંકડો માત્ર 63 બતાવાઈ રહ્યો છે.
જ્યારે ગૌસેવકો દ્વારા આ મોતનો આંકડો 150 અને થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા આ આંકડો 400 જેવો બતાવવામાં આવ્યો હતો એટલે કોરોના જેવી સ્થિતિ પશુઓના મરણ માં દેખાય રહી છે.
હાલ જિલ્લામાં 56 પશુ ડોકટરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અનેક ગામડાઓમાં કેમ્પ કરી રસીકરણ કરી માવજત કરવામાં આવી રહી છે. ત્યારે એબીપી અસ્મિતાએ દ્વારકા તાલુકામાં આરંભડા ગામના એક ગાયો માટેનાં વાડાની મુલાકાત લીધી હતી જેમાં બે ગૌશાળાઓ સહિત પ્રાઇવેટ માલિકોના પશુઓની અહી સારવાર કરવા વહીવટી તંત્રની 6 ટીમો અને ગૌસેવકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે ઉપચારમાં ગાયોને દેસી ઉપચાર પણ કરવામાં આવી રહ્યો છે.
જામનગરના દર્દીનો મંકીપોક્સ રિપોર્ટ નેગેટિવ આવ્યો
ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મન્કીપોકસ મામલે જામનગરમાં જે શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે જ શંકાસ્પદ લક્ષણો બાદ સેંપલ ટેસ્ટિંગ માટે મોકલયુ હતું. દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનિય છે કે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મન્કીપોકસ વાયરસે કહેર વર્તાવો છે. અમેરિકામાં મન્કીપોકસને લઈને ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.