અમરેલી: અમરેલી જિલ્લામાં શિક્ષકે આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા ગામે એક શિક્ષકે આત્મહત્યા કરી હતી. પ્રાથમિક શાળાના શિક્ષકે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી  હતી. કાંતિભાઈ ચૌહાણ નામના શિક્ષકે આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે. આત્મહત્યા કરનારા શિક્ષકના  પરિવારજનોએ 3 મહિલા શિક્ષક સહિત કુલ 5 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. 


શિક્ષક કાંતિભાઈને માનસિક ત્રાસ આપ્યાનો પરિવારનો આરોપ છે.   કાંતિભાઈની આત્મહત્યા બાદ પરિવારજનોએ પહેલાં તો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.  જો કે, પોલીસે એક આરોપીને ઝડપી લેતા અને પરિવારજનો સાથે સમજાવટ કરતાં મામલો થાળે પડ્યો હતો. કાંતિભાઈએ અગાઉ તેમને ત્રાસ અપાતો હોવાની લેખિત ફરિયાદ પણ કરી હતી. એટલું જ નહીં એક વીડિયો પણ વાયરલ કર્યો હતો. જેમાં તેમનો દાવો હતો કે, ગામના સરપંચ સ્કૂલમાં આવતી ગ્રાન્ટની માગ કરી હતી. તેમને ધમકી આપી રહ્યા છે.
 


વાવાઝોડા તેજને લઈ ગુજરાતના બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાંથી આગળ વધી રહેલું ચક્રવાત 'તેજ' રવિવાર સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.  આઇએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી ગયો છે. દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડીપ ડિપ્રેશન સોકોત્રા (યમન) ના લગભગ 820 કિમી E-SE અને લગભગ 1100 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. CS આગામી છ કલાક દરમિયાન SW અરબી સમુદ્ર પરના ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થવાની અને 22 ઓક્ટોબરની સાંજે ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે.


વાવાઝોડાને લઈ ગુજરાતના દરિયાકાંઠા પર બે નંબરના સિગ્નલ લગાવાયા છે. હવામાન વિભાગ ની સૂચના અનુસાર ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ હટાવી બે નંબરનું લગાવાયું છે. વેરાવળ બંદર પર પણ બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. IMDએ જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરના રોજ દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીમાં મધ્યમથી ગંભીર સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે અને 23 ઓક્ટોબરે તે ગંભીરથી અત્યંત ગંભીર બનવાની શક્યતા છે. 24 થી 26 ઓક્ટોબર સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની ધારણા છે. દરમિયાન માછીમારોને 26 ઓક્ટોબર સુધી દરિયો અને કિનારા પર ન જવાની સલાહ આપવામાં આવી છે.