Crime News: શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારી, જાનથી મારી નાખવાની આપી ધમકી, જાણો શું છે મામલો

અમરેલીના આસરાણાની સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં નોંઘાવ્યું છે કે, દુષ્કર્મ બાદ શિક્ષકે ચૂપ રહેવા અને ફરિયાદ બદલ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ખુલાસો કર્યો હતો

Continues below advertisement

Crime News:અમરેલીના આસરાણાની સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક સામે વિદ્યાર્થીએ દુષ્કર્મની ફરિયાદ કરી છે. રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં પીડિતા વિદ્યાર્થીએ મરજી વિરૂદ્ધ જબરદસ્તી શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે, શિક્ષકે ધમકી આપી હતી કે,  દુષ્કર્મ વિશે કોઇને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે. આરોપીની ધરપકડ કરવા ડુંગર પોલીસે કવાયત હાથ ધરી છે.

Continues below advertisement

Rajkot: બપોરે ક્લિનિક પર બોલાવી ચાર વખત દુષ્કર્મ આચર્યું, પરિણીતાએ ડોક્ટર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Rajkot: રાજકોટના તબીબ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટ શહેરમાં નયન ક્લિનિકના તબીબ એલ.જી.મોરી વિરૂદ્ધ એક પરિણીતાએ નોકરીની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

પરિણીતાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે ડોક્ટર મોરીએ તેની ક્લિનિકમાં બપોરના સમયે તેના પર ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર મોરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર મોરીએ તેને નોકરીની લાલચ અને બાદમાં ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી તબીબની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, એલ.જી.મોરી સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. ડોક્ટર મોરી મહિલાને નોકરીની લાલચ આપી ચારથી વધુ વખત બપોરે જ ક્લિનિક પર બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. પરિણીતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની છે અને હાલમાં રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહે છે.  પતિ સાથે મનમેળ ના થતાં આઠ મહિનાથી તે તેની માતાના ઘરે રહે છે. તબીબ સામે અનેક કલમો હેઠળ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

મોરબીમાં પ્રેમ પ્રકરણની એક વિચિત્ર ઘટના સામે આવી છે, એક મહિલાએ પોતાના પ્રેમીનો નંબર બ્લૉક કરી દેતા પ્રેમીએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. સમગ્ર હુમલાની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઇ જતાં મહિલાએ પોતાના પ્રેમી હુમલાખોરની ઓળખ કરી હતી, આ પછી મહિલાએ મોરબી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના પ્રેમી અને બે અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. 

મોરબીમાં પ્રેમ પ્રકરણનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, ખરેખરમાં ઘટના એવી છે કે, ગઇ 7મી ફેબ્રુઆરીએ એક પરિણીતા જેનુ નામ આરતીબેન જશવંતભાઇ છનીયારા છે, તેના પર પોતાના જ પ્રેમી જેનું નામ વિજય બારૈયા છે, તેને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં પરિણીતાએ પહેલા પોતાના પ્રેમીને બ્લૉક કરી દીધો હતો, જેનાથી ગુસ્સે ભરાયેલા પ્રેમી વિજય બારૈયાએ તકનો લાભ લઇને બે શખ્સો સાથે મળીને પરિણીતાને તેની જ સોસાયટીમાં જઇને હુમલો કર્યો હતો, પ્રેમીએ લાકડીઓ વડે પરિણીતા પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં પરિણીતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

Continues below advertisement
Sponsored Links by Taboola