By Election 2024:  સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક દાયકાઓથી  કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે, આ બેઠક પર આમ આદમીમાંથી ચૂંટાયેલા ભૂપત ભયાણીએ રાજીનામુ આપતા અને તેઓ ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી., જેની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. ભાજપ આ બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીને મેદાને ઉતરશે તેવી શક્યા જોવાઇ રહી છે.


તો બીજી તરફ પેટાચૂંટણીમાં AAP-કોંગ્રેસના ગઠબંધનની શક્યતાએ પણ જોર પકડ્યું છે.વિસાવદરથી AAP  ઈસુદાન ગઢવીને  મેદાને ઉતારી શકે છે,પેટાચૂંટણીમાં ઈસુદાન ઈંડિયા ગઠબંધનના ઉમેદવાર બનશે. તો  વિસાવદરની બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ન ઉતાકવાનું નક્કી કર્યું છે.  જ્યારે ભાજપ ભૂપત ભાયાણીને વિસાવદરથી  ઉમેદવાર બનાવશે. જ્યારે વિજાપુર, ખંભાત, વાઘોડિયા બેઠક પર AAP  ઉમેદવારી નહીં કરે. ભાજપ વિજાપુરથી સી.જે.ચાવડાને ઉમેદવાર બનાવે તેવી શક્યતા જોવાઇ રહી છે. વાઘોડિયાથી ભાજપ ધર્મેંદ્રસિંહ વાઘેલાને  મેદાનમાં ઉતારશે, ભાજપ ખંભાતથી ચિરાગ પટેલને મેદાને ઉતારી શકે છે. પેટાચૂંટણીમાં મતનું વિભાજન ન થાય તે માટે કોંગ્રેસ-AAP એકસાથે ગઠબંધનનો નિર્ણય કર્યો છે.


Loksabha Election 2024: રાજયની આ બે બેઠક APPને આપવા કોંગેસ તૈયાર: સૂત્ર


Loksabha Election 2024:લોકસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ગઠબંધન સાથે લડે તેવા  સંકેત મળી રહ્યાં છે. ખાસ કરીને ભરૂચ અને ભાવનગરની બેઠક પર બંનેના ગઠબંધનની શક્યતા જોવાઇ રહી છે.


લોકસભાની ચૂંટણીને લઇને દરેક રાજકિય પક્ષ સક્રિય બન્યો છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતમાં ગઠબંધન કરે તેવી શકયતા જોવાઇ રહી છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક પર બંને પક્ષ સયુક્ત રીતે ચૂંટણી લડે તેવી શકયતા જોવા મળી રહી છે.  ભરૂચ લોકસભા બેઠકથી ચૈતર વસાવા લડી શકે છે. ચૈતર વસવા આ ગઠબંધનના ઉમેદવાર બને તેવી ચર્ચાએ જોર પકક્યું છે.


ભાવનગર બેઠક પણ કૉંગ્રેસ AAP માટે છોડે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુમતાઝ એહમદ પટેલના વિરોધ વચ્ચે પણ કૉંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે. જો કે આ મુદે મુમતાઝ પટેલે પ્રતિક્રિયા આપવાથી ઈન્કાર કર્યો છે. આ મુદો દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં ચર્ચાયા હોવાની ચર્ચા વચ્ચે બંને પક્ષના ગઠબંધનની શક્યતા લગભગ પ્રબળ જોવા મળી રહી છે. ટૂંકમાં ગુજરાતની બે બેઠક પર  ભાવનગર અને ભરૂચની બેઠક આપ માટે કોંગ્રેસ છોડવાની તૈયારી બતાવી છે.  જ્યારે અન્ય 24 બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ભાવનગર બેઠકથી AAP  પોતાના ઉમેદવાર ઉતારશે.


તો બીજી તરફકોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે દિલ્લીમાં બેઠક વહેંચણીને લઇને 3-4ના ફોર્મૂલા પર મોહર લાગી શકે છે. આવી સ્થિતિમાં એ જાણીએ તે આ ફોર્મૂલા પર બંને પાર્ટી કેટલી હિટ છે.


આમ આદમી પાર્ટી (AAP) એક બાજુ પોતાના આપ બળે જ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. તો બીજી તરફ દિલ્લીમાં કોંગ્રેસ સાથેના  ગઠબંધનનો ફોર્મૂલા પણ નક્કી થઇ રહ્યો છે.  જો કે હજું સુધી તેના વિશે કોઇ સતાવાર નિવેદન સામે નથી આવ્યું.


સૂત્રો મુજબ  દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ 4-3નો ફોર્મૂલા આપ્યો છે. એટલે કે 4 સીટ પર આમ આદમીપાર્ટી અને 3 સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ 4 સીટ માંગી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ફોર્મૂલા તો તૈયાર થઇ ગયો છે પરંતુ કોંગ્રેસની વધુ એક સીટની માંગણીને કારણે મુદ્દો વિચારણાધિન હોય તેવા સંકેત મળી રહ્યાં છે.