Teacher Cricket Tournament:વલસાડ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની ક્રિકેટ ટૂર્નામેન્ટ વિવાદનું કારણ બની છે. શિક્ષકોની ટુર્નામેન્ટના કારણે વિદ્યાર્થીના અભ્યાસનું કાર્ય ઠપ્પ થઇ જતાં સમગ્ર વિવાદ સર્જાયો છે. આ મુદ્દે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યાં છે. નોંધનિય છે કે,. ચાલુ શાળાએ જિલ્લાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતા શિક્ષણ કાર્ય ઠપ્પ થઇ ગયું અને વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષકોની રાહ જોઇને બેસી રહ્યાં. આ ઘટનાને લઇને પ્રદેશ કોંગ્રેસ પર અનેક સવાલ ઉઠાવ્યા છે.


ઉલ્લેખનિય છે કે, જિલ્લા પંચાયત સંચાલિત છ તાલુકાઓની શિક્ષક-શિક્ષિકાઓની  ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં 6 તાલુકાના શિક્ષકોએ ભાગ લીધો હતો.  વિવાદ શિક્ષિકોની ટૂર્નામેન્ટના કારણે નહિ  પરંતુ જે શિક્ષિકોએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો તે તમામ શિક્ષકો ઓન ડ્યુટી હતા અને શાળાના સમય દરમિયાન ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન રમતા જોવા મળ્યા જેના કારણે શાળામાં વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય ઠપ્પ થઇ ગયું અને વિદ્યાર્થીઓ કલાસરૂમમાં શિક્ષકોની રાહ જોઇને બેસી રહ્યાં. આ મુદ્દાના કારણે શિક્ષકોની ટૂર્નામેન્ટ વિવાદમાં ફસાઇ છે.


ઉલ્લેખનિય છે કે, જિલ્લા પંચાયત સંચાલિત છ તાલુકાઓની શિક્ષક-શિક્ષિકાઓની  ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી.વલસાડના વાંકલમાં 7 અને 8 ફેબ્રુ.એ  આ  ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઇ હતી. આ મેચમાં 150 શિક્ષકો જોડાયા હતા. આ તમામ મામલે કોગ્રેસના પ્રવકતા મનિષ દોષીએ સવાલ ઉઠાવ્યા હતા અને શિક્ષણ જગતમાં ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ કર્યો હતો.                                                                                                        


કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યો હતા. તેમણે કહ્યું કે, શિક્ષકોની ઘટ વચ્ચે ચાલુ શાળાએ ક્રિકેટ રમવું કેટલું યોગ્ય, ગાંધીનગરથી મનફાવે તેવા પરિપત્રો કરવામાં આવે છે.વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે,  વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવી ગતિવિધીઓ પર કેમ ધ્યાન નથી દોરતું, રાજ્યના શિક્ષણમંત્રી પાસેથી કૉંગ્રેસે આ મુદે જવાબ  માગ્યો છે.