ભાવનગર: ભાવનગરમાં સગીરા સાથે અડપલા કર્યાનો વીડિયો છેલ્લા 15 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભાવનગરના કોળી સમાજના લોકોએ એકઠા થઈ વરતેજના આરોપી યુવક સામે પોસ્કોની સાથે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધવા જણાવ્યું હતું પરંતુ દુષ્કર્મ થયું ન હોય પોલીસે માત્ર અડપલાંની જ ફરિયાદ નોંધી હતી.
ભાવનગર પાસેના વરતેજ ખાતે રહેતા અને હાલ દેવબાગ અનંતવાડીમાં રહેતા સુરેશ શિવાભાઈ માધવાણી નામના યુવકે ગત 11/7ના બપોરે બોરતળાવ કુમુદવાડી ખાતે આવેલ હીરાના કારખાનામાં એક સગીરાને અગાસી પર લઈ ગયો હતો.
ત્યાર બાદ તેણીના શરીરના જુદા-જુદા ભાગો પર અડપલાં કર્યાની સગીરાના પિતાએ ડી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ભાવનગર: યુવક સગીરાને અગાસી પર લઈને તેની સાથે કર્યાં અડપલા, વીડિયો વાયરલ
abpasmita.in
Updated at:
19 Jul 2019 08:32 AM (IST)
ભાવનગર પાસેના વરતેજ ખાતે રહેતા અને હાલ દેવબાગ અનંતવાડીમાં રહેતા સુરેશ શિવાભાઈ માધવાણી નામના યુવકે ગત 11/7ના બપોરે બોરતળાવ કુમુદવાડી ખાતે આવેલ હીરાના કારખાનામાં એક સગીરાને અગાસી પર લઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -