Kutch: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં આવી રહ્યું છે. પીએમ મોદી, અમિત શાહે રાજ્યની મુલાકાતો વધારી છે. ગુજરાત ભાજપે પણ કાર્યકરોને ચૂંટણી કામમાં લગાડી દીધા છે. આ દરમિયાન કચ્છનાં માંડવી તાલુકાના લાયાજા ગામે ભાજપાની નામ પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેના કારણે ભાજપના નેતાઓએ સ્થળ છોડીને જતાં રહેવું પડ્યું હતું.


કાર્યક્રમમાં હાજર રહેલા ખેડૂતોએ કહ્યું કે, વિરોધ જ્યાં સુધી ગાંધીનગર બેઠલા ખેડૂતોને સાંભળવામાં નહિ આવે ત્યાં સુધી ગુજરાતનાં દરેક ગામમાં આજ પ્રકારે ભાજપાનાં તાયફાનોબહિષ્કાર કરવામાં આવશે.


વીડિયોમાં કેટલાક લોકો એ હાલો ભાગો ભાગો... કહેતા સાંભળવા મળી રહ્યા છે. આ દરમિયાન સ્ટેજ પર હોબાળો કરતાં લોકોને શાંત રહેવા અપીલ પણ કરવામાં આવે છે તેમ છતાં કોઈ ફેર પડતો નથી. આ ઉપરાંત ખેડૂતો હોય તે જાય અને બાકીના લોકો બેસે તેમ પણ સાંભળવા મળે છે. 27 દિવસથી જે લોકો ઉપવાસ પર બેઠા છે તેને મળો એમ એક વ્યક્તિ કહે છે. જે બાદ તેમને ચાર વખત ભારતીય જનતા પાર્ટીની સરકારે મળવાની કોશિશ કરી હોવાનું કહેતા તે કોઈ મળવા નથી મળ્યા તેમ કહે છે. ભાજપના નેતા ભઈ વીડિયો શું કામ ઉતાર્યો તેમ કહેતા ત્યાં હાજર રહેલા લોકો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.



ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ


ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ થતાં જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. વિવિધ પ્રશ્નોને લઈને ગૃહમાં વિપક્ષે નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા. વેલમા આવેલ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજી તરફ સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઊંચકીને ગૃહ બહાર લઈ જવાયા હતા. 


કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો



ટૂંકી મુદતના પ્રશ્નોથી સત્રની શરૂઆત. નેતા વિપક્ષ સુખરામ રાઠવા બોલવા ઉભા થયા. અડધા કલાક ની ચર્ચા માટે સમય આપવા રજુઆત કરી.  કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભામા ઉભા થયા. હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો. સત્ર ચાલુ થાય તે પહેલાં જ હોબાળો. ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા.  મેજ તરફ નારાઓ લગાવવાતા આવ્યા.  સરકારી કર્મચારીઓ ને ન્યાય આપો ના નારાઓ લગાવ્યા.



આ પણ વાંચોઃ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો અનોખો વિરોધ, ઉંચકીને લઈ જવાયા બહાર, જુઓ તસવીરો


નવરાત્રીમાં અખંડ જ્યોત પ્રગટાવતી વખતે આ વાતો રાખો ધ્યાનમાં, માતાજીની થશે કૃપા


ફ્રાન્સના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, કહ્યું- મોદી સાચા હતા, આ યુદ્ધનો સમય નથી