આણંદ: આણંદના સોજીત્રા પાસે કેનાલમાં ટેમ્પો ખાબક્યો છે. ટેમ્પામાં 17 મુસાફરો સવાર હતા. 12 મુસાફરોને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે. 2 વ્યક્તિઓના કેનાલમાં ડૂબી જતાં મોત થયા છે. જ્યારે ત્રણ લોકો કેનાલના પાણીમાં તણાઈ ગયા છે.

આ ઘટના અંગે જાણ થતા જ આણંદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળ પહોંચ્યું છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. આણંદના સાંસદ મિતેશ પટેલ અને સોજીત્રાના ધારાસભ્ય પુનમ પરમાર પણ ધટના સ્થળે પહોંચ્યા છે.