થરાદઃ થરાદમાં ગાય સાથે સુષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. થરાદના મુલુપુર ગામ પાસે ભારતમાલા રોડનું કામ કરતી ખાનગી કંપનીમાં કામ કરતાં યુવકે રાત્રી દરમિયાન ગાય સાથે કર્યું સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. કંપનીનો અન્ય માણસ વિધર્મી યુવકને જોઈ જતાં તેને અન્ય વ્યક્તિઓને વાત કરી નોંધાવી પોલીસ ફરિયાદ. થરાદ પોલીસે રાજસ્થાનના આરોપી વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Surat : એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકની ચપ્પુના ઘા મારીને કરી નાંકી હત્યા, શું છે કારણ?
સુરતઃ શહેરમાં રિક્ષા ચાલકો વચ્ચે બબાલ થતાં ચપ્પુના ઘા ઝિંકીને એક રીક્ષા ચાલકની હત્યા કરી નાંખવામાં આવી છે. સરથાણા પોલીસે આરોપી ઝડપી લીધો છે. રીક્ષા ચાલકે બીજાને છાતીના ભાગે ચપ્પુ મારી દેતા મોત થયું. સૌરાષ્ટ્રથી સુરત આવતી બસમાંથી ઉતરતા પેસેન્જરને રિક્ષામાં બેસાડવાને લઈને બે રીક્ષા ચાલકો વચ્ચે બબાલ સર્જાઇ હતી. સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Watch : મિત્રોએ ના પાડી છતાં યુવકે લીધો ડ્રગ્સનો ઓવરડોઝ ને નીપજ્યું મોત, અંતિમ અને સ્ફોટક વીડિયો વાયરલ
વડોદરાઃ સમા વિસ્તારના ફ્લેટમાંથી બે દિવસ પહેલા ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું મોત નિપજ્યાનું તારણ સામે આવ્યું છે. ડ્રગ્સના ઓવરડેઝને લીધે મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતક વિવેકનો અંતિમ અને સ્ફોટક વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં ડ્રગ્સ પોતે પોતાની રીતે લાવ્યો અને લેતો હોવાની કબુલાત કરાવાઇ રહી છે.
વિવેક કહી રહ્યો છે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું, મુજે કોઈ પિલા નહી રહા હૈ.. મેં ખુદ માલ ઔર સીરીંઝ લેકે આયા હું. મૃતક વિવેક કરણ પીને આવ્યો હોવાથી ફ્લેટ પર રોકાવાની અમે ના પાડતા પણ રોકાયો, જેથી અમે પોતાની સેફટી માટે વિડિઓ બનાવ્યો, તેમ કૈલાસ ઉર્ફે પરિન ભંડારીએ જણાવ્યું હતું. આ મામલે સમા પોલીસ સ્ટેશને કાર્યવાહી શરૂ કરી છે.
સમા પોલીસે બલજીત રાવત અને પરીન ભંડારીની પૂછપરછ કરી હતી. તેઓ ડ્રગ્સ કે દારૂ લઈ રહ્યા છે કે નહીં તે મામલે તેમના બ્લડ સેમ્પલ લેવાયા હતા. જે સેમ્પલ સુરત ફોરેન્સિકમાં મોકલાયા છે. બલજીત રાવત ગુનેગાર છે અને આ પહેલા પણ તેની સામે ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સમા પોલીસને ચોપડે દ્રગ્સ નેટવર્ક ચલાવતા હોવાના મામલે બલજીત રાવત, નેહા અને પરીમ ભંડારી સામે ગુના નોંધાયા છે. સમાં પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માં જોડાઈ. જાણકારોના મત મુજબ ચિત્તા ડ્રગ્સ ફટકડી જેવા સ્ફટિકના સ્વરૂપમાં આવે છે. ચરસ - ગાંજો તેમજ એમ.ડી દ્રગ્સ વચ્ચે ની કેટેગરી માં ચિત્તા ડ્રગ્સ આવે છે.