બનાસકાંઠા: વિધાનસભા ચૂંટણી પહેલા એક તરફ વિવિધ સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય પણ પોતાના વિસ્તારની વિવિધ માંગોને લઈને છેલ્લા આઠ દિવસથી ઉપવાસ પર બેઠા હતા. જો કે આજે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે પારણાં કરી લીધા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઉપવાસ ઉપર બેઠેલા ગુલાબસિંહ રાજપૂત અને દિલાવરસિંહને પારણાં કરવા વિનંતી કરી હતી.
જગદીશ ઠાકોરની વિનંતીને લઈને ગુલાબસિંહ રાજપુતે આઠમાં દિવસે પારણા કર્યા હતા. જગદીશ ઠાકોરે પાણી પાઈને ગુલાબસિંહ રાજપૂત અને દિલાવરસિંહને પારણાં કરાવ્યા હતા. નોંધનિય છે કે, આ પહેલા સમાચાર આવ્યા હતા કે ઉપવાસ દરમિયાન ધારાસભ્ય ગુલાબસિંહની તબિયત પણ લથડી હતી. ગુલાબસિંહ પોતાના વિસ્તારમાં પાણીથી લઈને અનેક સમસ્યાઓને લઈને ઉપવાસ પર ઉતર્યા હતા.
ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કાર કેજો
થરાદમાં કોંગ્રેસની જાહેરસભામાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો. આ વખતે જનતા પરિવર્તન ઇચ્છે છે. રઘુ દેસાઇએ જણાવ્યું કે, બધા સરકારી સંગઠનો આંદોલનો પર ઉતર્યા ને કહ્યું, ભાજપ તારી છેલ્લી દિવાળી. ગુજરાતની પ્રજા પરિવર્તન માગી રહી છે. તેમણે માલધારી આંદોલન અંગે પણ નિવેદન આપ્યું હતું. ગોપાલકનો છોકરો કે છે, 125થી ઓછી સીટ આવે તો મને ધિક્કાર કેજો.
હવે કેજરીવાલ ગુજરાતના કયા વર્ગ સાથે કરશે સંવાદ
અમદાવાદઃ વડોદરાના કેજરીવાલ કાર્યકમ સ્થળના બુકીંગને લઈને ગોપાલ ઈટાલિયાનુ નિવેદન સામે આવ્યું છે. ભાજપની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં અરવિદ કેજરીવાલના કાર્યક્રમ રાખવાનો હતો ત્યાં 13 સ્થળો ભાજપના લોકો કે ગુંડાઓએ કેન્સલ કરાવ્યો. જ્યા જ્યા કાર્યક્રમમાટે સ્થળો રાખવાની વાત કરતા ત્યા ત્યા ભાજપના લોકો ભાજપના ગુંડાઓ કેન્સલ કરાવતા હતા. છેલ્લો એક નવનિત કાકા નામના વ્યકિતએ કેજરીવાલના કાર્યક્રમ માટે ભાડે આપ્યો. એમને પણ ભાજપે ધમકાવવાનો પ્રયત્ન કર્યો. આપથી ડરેલા ભાજપના કાયર અને ડરપોક લોકોએ આજે એ પાર્ટી પ્લોટને તોડી નાખવા માટે મોકલી.
ગુજરાતમા આમ આદમી પાર્ટીનો જે રીતે ગ્રાફ વધતો જાય છે એ જોતા એમ ભાજપમાં બોખલાટ નજર આવે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના મિશન પર પોતાની વઝન પર નિયમિત રીતે પુરી સ્ટ્રેટેજીથી આગળ વધી રહી છે. પાછલા દિવસોમાં અનેક અરવિંદ કેજરીવાલએ આપનુ મિશન અને ગેરંટી કાર્ડની જાહેરાત કરી છે. આ ગેરંટી ગુજરાતનો લોકોને ખુબ પસંદ આવી. ગુજરાતના બહોળી સંખ્યામાં લોકોએ ગેરંટી રજીસ્ટ્રેશનમાં ભાગ લઈને પોતાનો ઉત્સાહ નોંધાવ્યો છે. લાખોની સંખ્યામાં લોકોએ ગેરંટી કાર્ડમાં નામ નોંધાવ્યુ છે. 300 યુનિટ ફ્રિ વિજળી સહીતની આમ આદમીની ગેરંટીથી મહિલાઓમાં ખુબ ઉત્સાહ છે. ગેરંટી રજીસ્ટ્રેશનમાં મહિલાઓએ સૌથી વધુ નામ નોંધાવ્યુ છે.