KHEDA : ખેડા જિલ્લાના માતર તાલુકામાં 500થી વધુ બોગસ ખેડૂતો બની ગયા હોવાની ફરિયાદ રાજ્યના મહેસુલ ખાતા સુધી પહોંચતા હવે આ અંગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કડક કાર્યવાહીની ચેતવણી આપી ચુક્યા છે. 


350થી વધુ બોગસ ખેડૂત ખાતેદારોએ જમીન ખરીદી 
ખેડાના માતરમાં 350થી વધુ બોગસ ખેડૂત ખાતેદારો દ્વારા માતર તાલુકામાં ખેતીલાયક જમીનો ખરીદવામાં  આવતા  સમગ્ર કૌભાંડ  બહાર આવતા ગાંધીનગરથી  મહેસુલ વિભાગ દ્વારા તપાસ હાથ  ધરતા બોગસ  ખેડૂતોમાં ફફડાટ  વ્યાપી જવા પામ્યો છે  અને આગામી  દિવસોમાં તપાસ બાદ  બોગસ  ખેડૂત બની  જમીનો ખરીદનારની  જમીન ખાલસા  થવાની વાત મહેસુલ વિભાગ  દ્વારા કરવામાં આવી  છે. 


500 કરતા વધારે બોગસ ખેડૂત ખાતેદારો 
માતર  મહેસુલી વિસ્તારના વર્ષ  2020-21ના વર્ષમાં 500 કરતા  વધારે  ખેતીલાયક  જમીનોના વેચાણ  દસ્તાવેજ થયા  હતા, જેમાં ગાંધીનગર મહેસુલ વિભાગને  એક  જાણકારી મળી હતી કે જે ખેડૂતો  દ્વારા જમીનો ખરીદવામાં  આવી છે. તેમાં મોટા ભાગના ખેડૂતો  બોગસ  ખેડૂત  છે  અને કોઈ પણ  રીતે ખેડૂત  ખાતેદાર બની જમીનો ખરીદી  છે. 


100 ખેડૂત ખાતેદારોને નોટિસ ફટકારાઇ 
થોડા  દિવસ  પહેલા મહેસુલ  વિભાગના  અધિકારીઓ માતર  મામલતદાર કચેરીએ  આવી 500 જેટલાં દસ્તાવેજ સહીત  અન્ય પુરાવાઓ લઇ  ગયા  હતા અને તપાસ હાથ  ધરી   મામલતદાર માતરને વધુ તપાસ કરવાની  સૂચના  આપવામાં આવતા   મામલતદાર દ્વારા 100  ખેડૂત ખાતેદારોને અપાઈ નોટિસ આપવામાં આવી  છે  અને નોટિસ દ્વારા પૂછવામાં આવ્યું કે આપ ક્યાંના ખેડૂત  છો?


ખેડૂત  ખરાઈમાં  જ વ્યાપક ગેરરીતિના આરોપ 
મહેસુલ વિભાગની  તપાસમાં સામે આવ્યું છે  કે જે ખેડૂતો  બોગસ  ખેડૂત  ખાતેદાર  બની જમીનો ખરીદી  છે તેમની સામે કાર્યવાહી ચાલુ  કરવામાં આવી  છે  અને ખેડૂત  ખરાઈમાં  જ વ્યાપક ગેરરીતિ આચારવામાં  આવી  હોવાનું જણાઈ આવે  છે. કઈ  મોડસ ઓપરેન્ડીથી  આવા  લોકો બોગસ ખેડૂત બન્યા હોઈ શકે  છે  તેની માહિતી  મહેસુલ વિભાગને આપી વિસ્તૃત તપાસ હાથ  ધરવામાં આવી  છે.