રાજકોટ:કૃષિમંત્રી રાઘવજી પટેલની અચાનક  તબિયત લથડતાં તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓ જ્યારે જામનગરના બેરાજામાં ગાંવ ચલો અભિયાનમાં કાર્યરત હતા આ સમયે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેઈન સ્ટોકથી રાઘવજી પટેલને આંખમાં અસર થયાની માહિતી મળી છે. CM ગઈકાલ રાતથી રાઘવજીભાઈના પરિવારજનોના સંપર્કમાં હતા. રાઘવજીભાઈના અંગત મદદનીશ સાથે પણ CM સતત સંપર્કમાં હતા. હાલ રાઘવજીભાઈ પટેલની હાલ તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે. રાઘવજી પટેલની તબિયતની જાણ થતાં રાત્રે MLA રમેશ ટિલાળા, ભાજપ શહેર પ્રમુખ હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપના અગ્રણીઓ પણ રાત્રે પહોંચ્યા હોસ્પિટલ ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.


રાઘવજી પટેલની તબિયતના ખબર અંતર પૂછવા  ભાજપના આગેવાનો રાજકોટ સિનરજી હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. ધારાસભ્ય રમેશ ટીલાળા, ઉદયભાઇ કાનગડ,માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સહિતના આગેવાનો હોસ્પિટલમાં પહોંચ્યા.તો રાઘવજીભાઈ પટેલ સગા સ્નેહીઓ અને ભાજપના અગ્રણીઓ હોસ્પિટલમાં પહોંચી રહ્યાં છે. ધારાસભ્ય ઉદયભાઇ કાંનગડે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તબીબોના કહેવા મુજબ હાલ  તબિયત સ્ટેબલ છે. રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બહેરા પણ સીનર્જી હોસ્પિટલ પહોંચ્યા છે. પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલે ડોક્ટર સાથે વાતચીત કરી હતી અને રાઘવજીના તબિયતના હેલ્થના અપડેટ્સ લીધા હતા.


કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર હોવાની તબીબોએ  માહિતી આપી છે. એક સપ્તાહથી વધુ સમય માટે રાઘવજી પટેલને  ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે, ત્રણ થી ચાર અઠવાડિયા સુધી હોસ્પિટલમાં  સારવાર ચાલશે... બ્લડ પ્રેશરના કારણે રાઘવજીભાઈને હેમરેજ થયાનું તબીબો તારણ રજૂ કર્યું હતું. જો કે તાજા અપડેટ્સ મુજબ સિનરજી હોસ્પિટલ ના ડોક્ટરોએ તેમના પરિવારજનો સાથે વાત કરી છે અને રાઘવજીભાઈ પટેલને અમદાવાદ કે મુંબઈ પણ લઈ જવામાં આવી શકે છે. પરિવારજનો આ મામલે નિર્ણય લેશે તે મુજબ તેમને અમદાવાદ કે મુંબઇની હોસ્પિટલમાં રીફર કરી શકાય તેવી શક્યતા જોવાઇ રહી છે.


રાજકોટ સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ જણાવ્યું કે, રાઘવજી પટેલને વહેલી  સિનરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હાલમાં રાઘવજીભાઈ પટેલ તબિયત સ્થિર છે. બીપી અને બ્લડ સુગર કંટ્રોલમાં છે. તો બીજી તરફ રાઘવજીના તબિયતના સમચાર મળતા  ભાજપ અગ્રણીઓ હોસ્પિટલ ખબર અંતર પૂછવા માટે પહોંચી રહ્યાં છે. રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા, ભાનુબેન બાબરીયા સહિતના અગ્રણીઓ સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા. .રાજકોટ અને જામનગરના સહકારી અને ખેડૂત આગેવાનો પણ સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા છે..