સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં  લીંબડી શહેરના ભીમનાથ સોસાયટીમાં જ્યાં બે દિવસ પહેલાં એક ઘરમાંથી માતા અને પુત્રની લાશ મળી આવી હતી.  હવે નાસી જનાર પતિની પણ ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે.  30 જાન્યુઆરીએ ચંદ્રકાંત લાદોલાના ઘરમાંથી તેમના પત્ની સોનલબેન અને 11 વર્ષીય પુત્રની સંદિગ્ધ હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રની હત્યા પતિએ નીપજાવી હોવાની આશંકાઓ સેવાઈ હતી. એમાં પતિ ઘરમાં હાજર મળી ન આવતાં પોલીસે પતિને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.


જો કે, પતિ ચંદ્રકાંતનો કોઈ અત્તોપત્તો ન હતો. એવામાં શંકા સેવાઈ રહી હતી કે, ચંદ્રકાંતે જ પત્ની અને પુત્રની હત્યા કરી અને ભાગી ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. એવામાં લીંબડી-ધંધુકા રોડ પર એક વાડીમાં ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં ચંદ્રકાંતની લાશ મળી આવી હતી.  ચર્ચા એવી છે કે, પતિ-પુત્રની હત્યા કર્યા બાદ ચંદ્રકાંતે પણ આત્મહત્યા કરી લીધી હશે.  


મૃતક મહિલાના પરિવારજનો લીંબડી પહોંચ્યા હતા. માતા-પુત્રના મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંનેના પીએમ કરાવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  ડબલ મર્ડરના ફરાર હત્યારાને પોલીસ શોધી રહી હતી.  વહેલી સવારે લીંબડીના ધંધુકા રોડ પર આવેલી તલાવડી નજીકની વાડીમાં હત્યારા ચિરાગની લટકતી હાલતમાં લાશ મળી હતી. આરોપીએ ઝાડ પર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હતી.


શું હતો સમગ્ર મામલો 


મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં આવેલા રહેણાક મકાનમાંથી માતા અને પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી માતા અને પુત્રની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમાં પ્રાથમિક તપાસમાં માતા અને પુત્રની હત્યા પતિએ નીપજાવી હોવાની આશંકાઓ સેવાઈ હતી. એમાં પતિ ઘરમાં હાજર મળી ન આવતાં પોલીસે પતિને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. 


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial