અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. 15 ડિગ્રી સાથે ગાંધીનગર-વલસાડમાં સૌથી વધુ ઠંડી નોધાઈ છે. જ્યારે અમદાવાદમાં 16.7 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે.


રાજ્યના મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું. ગુજરાતના અન્ય શહેરોમાંથી નલિયામાં 17.3, ડીસામાં 17.4, અમરેલીમાં 17.5, મહુવામાં 18.1, વડોદરા-કેશોદમાં 18.6, રાજકોટમાં 19, ભાવનગર, સુરેંદ્રનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વહેલી સવારે અને રાત્રી દરમિયાન લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી સપ્તાહથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે.

નોંધનીય છે કે, આ પહેલા હવામાન વિભાગે આ વર્ષે વધારે ઠંડી પડવાનું કહ્યું હતું. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યાનુંસાર લા નિનો અસરના કારણે આ વર્ષે હાડ થીજાવતી ઠંડી પડશે.

જો તમે શીત લહેરની સ્થિતિ માટે મોટા કારણને જોવો છો તો લા નિનો અને અલ નીનોની પરિસ્થિતીઓ આમાં મોટી ભૂમિકા ભગવે છે. લા નિનો નબળુ પડવાને લીધે આ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે ઠંડી પડવાની શક્યતા છે.