Weather update:હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસમાં હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની ઠંડીનું પ્રમાણ વધશે.રાજ્યમાં હાલ વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. વરસાદની વિદાય સાથે શિયાળાની ઘીમી ગતિએ શરૂઆત થઇ રહી છે. અમદાવાદ સહિત 9 શહેરમાં તાપમાન 20 ડિગ્રીની નજીક તાપમાન નોંધાતા અહીં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. વલસાડમાં 15 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડતાં અહીં  સૌથી વધુ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યોમાં 2થી3 ડિગ્રી હજુ તાપમાનનો પાર ગગડવાની આગાહી કરી છે. જેથી આગામી ત્રણ દિવસ બાદ વધુ ઠંડીનો ચમકારો વર્તાશે.


 


ઉલ્લેખનિય છે કે, ભારતના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીર, કર્ણાટક, તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થયો છે. તો કચ્છમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડીની શરૂઆતની વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા પાડ્યાં. કચ્છમાં સવારમાં વાતાવરણમાં પલટો આવતા માંડવી તાલુકાના ગામડામાં વરસાદ જોવા મળ્યો. પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાને લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સુક્કુ જોવા મળશે.


હવામાન વિભાગે એક સપ્તાહ બાદ સવારમાં ધુમ્મસથી સાથે ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. વાદળોની સ્થિતિને જોતા હવામાનશાસ્ત્રીનો અનુમાન છે કે, એક સપ્તાહ બાદ રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વર્તાશે.


આ પણ વાંચો


T20 WC, Ind vs Pak: આજે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો, ક્રિકેટ ચાહકોમાં મેચને લઈ રોમાંચ


Corona Cases: દિવાળી પહેલા શું છે અમદાવાદવાસીઓ માટે ચિંતાજનક સમાચાર ? સુરત કરતાં આ જિલ્લામાં વધુ એક્ટિવ કેસ


ગુજરાતના આ શહેરોમાં વધ્યો કોરોનાનો ખતરો, રિકવરી કરતા ફરી નોંધાયા વધુ કેસ