Banaskantha : બનાસકાંઠાના સરહદીય વાવ તાલુકાના કોરેટી ગામના નીલકંઠ મહાદેવના મંદિરની બાજુમાં આવેલ તળાવના પાણીનો કલર બદલાતા ગામ લોકોમાં કુતુહલ સર્જાયું છે. તળાવના પાણીનો કલર કઈ રીતે બદલાયો તે રહસ્ય અકબંધ છે.
સરહદીય વાવના કોરેટી ગામના તળાવમાં સાત દિવસ પહેલા અચાનક તળાવમા પડેલા પાણીનો કલર બદલાતા કુતૂહલ સર્જાયું હતું જેમાં તળાવની વચ્ચે નીલકંઠ મહાદેવ વર્ષો જુનુ મંદિર હોવાથી લોકોની અનેક પ્રકારની આસ્થા સામે આવી છે. જોકે આ તળાવના પાણીનો અચાનક કલર બદલાતા લોકોમાં અચરજ પામી છે જેને લઇ વાવ તેમજ આજુબાજુના વિસ્તારમાં કુતૂહલ સર્જાયું છે.
કોરેટી ગામના તળાવમાં સાત દિવસ અગાઉ પાણીનો કલર બદલાઈ જતા આજુબાજુના લોકો જોવા માટે પહોંચે છે. જોકે તળાવ ની વચ્ચે નીલકંઠ મહાદેવનું વર્ષો જુનુ મંદિર હોવાથી લોકો આ ઘટનાને આસ્થા સાથે જોડીને જોઈ રહ્યાં છે. સરહદી વિસ્તારમાં અચાનક તળાવનું પાણી બદલાવવાનો અજીબો ગરીબ કિસ્સો લોકોમાં હાલ તો લોકોમાં અચરજ પામી છે.
ખેરાલુના સમાજિક આગેવાન છેલ્લા બે દિવસથી ગાયબ
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામના સામાજિક આગેવાન સવજીભાઈ ચૌધરી છેલ્લા બે દિવસથી ગાયબ છે. સવજીભાઈ ચૌધરી મંદ્રોપુરના દૂધ મંડળીના મંત્રી અને સમાજિક આગેવાન છે.
સવજીભાઈ ચૌધરી તારીખ 8/6/2022 ના રોજ ઘરેથી વિસનગર જવા નીકળ્યાં હતા, પરતું ત્યાર બાદ અચાનક ગુમ થઈ ગયા છે. છેલ્લા બે દિવસથી સવજીભાઈનો કોઈ પત્તો ન મળતા પરિવારના સભ્યોએ ખેરાલુ પોલીસ મથકમાં જાણવા જોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સવજીભાઈ છેલ્લા ઘણા વર્ષથી ડેરી સાથે જોડાયેલા છે અને ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં મંત્રી તરીકે ફરીજ બજાવે છે. ગામની મંડળીનું જે બેન્ક ખાતું છે તેમાં એક કરોડ કરતાં વધુની રકમ જમા છે જોકે તે ચેક કરતાં આ તમામ રકમ સલામત ખાતામાં જમા છે ત્યારે સવાલ એ થાય છે કે આખરે સવજીભાઈચૌધરી ક્યાં ગાયબ થયા? હાલ તો પરિવાર અને ગામ લોકો ચિંતિત બન્યા છે.