Mehsana : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામના સામાજિક આગેવાન સવજીભાઈ ચૌધરી છેલ્લા બે દિવસથી ગાયબ છે. સવજીભાઈ ચૌધરી મંદ્રોપુરના દૂધ મંડળીના મંત્રી અને સમાજિક આગેવાન છે. 


સવજીભાઈ  ચૌધરી તારીખ 8/6/2022 ના રોજ ઘરેથી વિસનગર જવા નીકળ્યાં હતા,   પરતું ત્યાર બાદ અચાનક ગુમ થઈ ગયા છે.  છેલ્લા બે દિવસથી  સવજીભાઈનો કોઈ પત્તો ન મળતા પરિવારના સભ્યોએ ખેરાલુ પોલીસ મથકમાં જાણવા જોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 


સવજીભાઈ છેલ્લા ઘણા વર્ષથી ડેરી સાથે જોડાયેલા છે અને  ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં મંત્રી તરીકે ફરીજ બજાવે છે. ગામની મંડળીનું જે બેન્ક ખાતું છે તેમાં એક કરોડ કરતાં વધુની રકમ જમા છે  જોકે તે ચેક કરતાં આ તમામ રકમ સલામત ખાતામાં જમા છે ત્યારે સવાલ એ થાય છે કે આખરે સવજીભાઈચૌધરી  ક્યાં ગાયબ થયા? હાલ તો પરિવાર અને  ગામ લોકો ચિંતિત બન્યા છે.


PM મોદીએ નિરાલી મલ્સિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
આજે 10 જૂને ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ નિરાલી મલ્સિટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે  અનિલભાઈને વડાપ્રધાને જન્મદિવસ દિવસની શુભેચ્છા આપી. આજે દક્ષિણ ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે  અનેક સુવિધાઓ મળશે. નિરાલીને આ હોસ્પિટલ એક શ્રદ્ધાંજલિ  છે. અન્ય લોકોને આવા કોઈ દિવસ જોવા ન મળે. નવસારી અને આસપાસ ના લોકો માટે ફાયદાકારક થશે.


ગરીબની ચિંતા ઓછી કરવા અને બધા માટે ઉપલબ્ધ કરાવવી જરૂરિયાત છે. ગુજરાતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારી બની છે. મુખ્યમંત્રી હતા એ દરમિયાન આયોગ્ય સુવિધા સુધારવાની શરૂઆત કરી હતી. વિવિધ યોજનાઓ થકી 40 લાખ થી વધુ લોકો વિનામૂલ્યે સારવાર લઈ ચૂકયા છે. પાછા 20 વર્ષ માં ગુજરાતનું હેલ્થ ઇન્ફ્રાષ્ટ્રકચ સુધી ગયું છે.  ગુજરાતમાં આજે સરકારી હોસ્પિટલોમાં કેન્સર જેવી બીમારી ના સારવારની સુવિધા ઉપલબ્ધ છે.  અમદાવાદમાં કિડની ઇન્સ્ટિટ્યૂટના  હજી આધુનિક બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે એમાં બેડ સંખ્યામાં પણ વધારો થશે.  ડાયાલિસિસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અભિયાન ખૂબ જોર માં ચાલી રહ્યું છે.  ચિરંજીવી યોજના થકી ૧૪ લાખ મહિલાઓએ લાભ લીધો.જૂની 108 એમ્બ્યુલન્સને ખિલખિલાટ રથમાં ફેરવી કરવામાં આવી. રાજકોટમાં એમ્સ જેવી સંસ્થાન બની રહી છે.