પોરબદર: વડવાળા ગામેથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. એક ખેડૂતની વાડીમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. વાડીમાં વડલાના ઝાડ નીચેથી નવજાત બાળકીની મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ ખેડૂતે તાત્કાલિક રાણાવાવ પોલીસને જાણ કરી હતી. રાણાવાવ પોલીસે બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. રાત્રીના સમયે કોઈ નવજાત બાળકીને મૂકી ગયાની આશંકા સેવાઈ રહ્યો છે. જો કે, આ બાળકીના માતા પિતા કોણ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મહેસાણામાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું નીચે પટકાતા મોત
કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. પેરાશૂટને દોરી વાગતા નીચે પટકાયેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેશ કરતા બિજનેસમેનના આમંત્રણ ઉપર કોરિયન નાગરિક આ ગામમાં આવ્યો હતો.
પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા
આ અંગે વિગતે વાત કરીએ તો, ધરમપુર ગામમાં બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના એક બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. જેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા પરંતુ કમનસીબે તેનું મોત નિપજ્યું.
સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું
કોરિયન નાગરિક મોતનો મામલો ગરમાયો
તો બીજી કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ પાયલટ કોરિયન નાગરિક મોતનો મામલો ગરમાયો છે. કડી પ્રાંત આધિકારીની તપાસમાં નવો ખુલાસો છે. બંને કોરિયન નાગરિક વડોદરામાં આ પ્રકારે પેરા ગલાઈડિંગ કરતા હતા. ધરમપુર ગામમાં હાઈસ્કૂલના સમારોહમાં પુષ્પ વર્ષા માટે ગામના બિઝનેસમેને બંન્નેને આમંત્રણ આપ્યું હતું. ગઈકાલે ટેસ્ટિંગ વખતે ટેક્નિકલ ક્ષતિ સર્જાતા પેરાશૂટ નીચે પટકાયું હતું. આ બંને પાયલોટ શાળાનો કાર્યક્રમ પતાવી ખારાઘોડા જવાના હતા. આ પ્રકારે પેરાશૂટ ઉડાડવા કોઈ પરવાનગીની જરૂર ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
અકસ્માત માટે પેરાશૂટ ઉડાવનાર વ્યક્તિ પોતે જવાબદાર
કોમર્શિયલ ઉપયોગ માટે પેરાશૂટ ઉડાવાય તો જ પરવાનગીની જરૂર પડે છે. આ અકસ્માત છે અને અકસ્માત માટે પેરાશૂટ ઉડાવનાર વ્યક્તિ પોતે જવાબદાર છે. આમાં વહીવટીતંત્રની કોઈ બેદરકારી નથી. આ ઘટના બાદ અમે સરકારને પેરાશૂટ બાબતે એસઓપી જાહેર કરવા વિનંતી પત્ર લખવાના છીએ તેમ ડી પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.