Crime News:અમદાવાદની  G ડિવિઝન સરદારનગરમાં પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશ વાઘેલાનો મૃતદેહ મહેસાણાના કડી નજીક મણીપુર પાસે કેનાલની પાસેથી મળતા ચકચાર મચી ગઇ છે.


પોલીસ કર્મી ગાંધીનગરના પાલજ ગામના  વતની હતા, હાલ તે નરોડાના મિલન પાર્કમાં રહેતા હતા અને જી ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. મૃતક વાઘેલા નરેશ ડાહ્યાભાઈ 49 વર્ષ ઉંમરનો હોવાનું જાણવા મળ્યું છે. તે વર્ષ 2001માં પોલીસમાં  ભરતી થયા હતા. ગત 25 ડિસેમ્બરે  કાર લઈને નોકરી જવા નીકળ્યા હતા પરત નહિ ફરતા ડભોડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાઇ હતી.તપાસ દરમ્યાન ડભોડા નજીક નર્મદા કેનાલ પાસેથી તેમની  કાર મળી આવી હતી બાદ આસપાસ તપાસ દરમિયાન પોલીસ કર્મીનો મૃતદેહ કડી નજીક કેનાલમાંથી મળ્યો હતો. પોલીસ હત્યાની આશંકાએ તપાસ કરી રહી છે. પોલીસ કર્મીએ આપધાત કર્યો છે કે કોઇ તેમની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો છે, આ બંને દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.                                                                                                                                                                        


આ પણ વાંચો              


Ex Navy Officer Death Sentence: 8 ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોને કતારમાં નહીં થાય મૃત્યુદંડની સજા, જાણો શું આવ્યો ચૂકાદો


Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન      


પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને જલ્દી અમને સોંપો - ભારત સરકારની પાકિસ્તાન પાસે માંગ


UPI Update: સ્કેન કર્યા વિના પણ UPI દ્વારા થશે પેમેન્ટ, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર, જાણો કોને મળશે સુવિધા અને કેવી રીતે કામ કરશે?