પાટણ: હારિજના કુરેજા પાસે કેનાલમાંથી યુવતીનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જે બાદ સ્થાનિક તરવૈયા દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. મૃતક યુવતીનું નામ અલ્કાબેન ઠાકોર હોવાની માહિતી સામે આવી છે અને તેઓ ચાણસ્માના મેસરા ગામના રહેવાસી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક યુવતી ત્રણ દિવસથી ગુમ હતી. જે બાદ આજે તેમનો મૃતદેહ મળી આવ્યો. યુવતીના મર્ત્યુનું કારણ હજુ અકબંધ છે. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તેની માહિતી તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.


 500 રૂપિયા, દારૂ-ચવાણું લઈને મતો આપ્યા


ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં  વાયરલ વીડિયોમાં 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઈને મતો આપ્યાનો ઉલ્લેખ છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભરત ગોહિલ અને બાબુલાલ નામની વ્યક્તિની ઓડ઼િયો ક્લિપ વાયરલ થઇ છે,


500-500 રૂપિયા અને દારૂ, ચવાણું આપ્યું એટલે મત આપ્યા


ઉલ્લેખનિ છે કે.,વણજારા સમાજના આગેવાન બાબુલાલે કોઈ કામ માટે ભરત ગોહિલને કરેલા ફોનનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં   તારા સમજે 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઇને મત આપ્યાનો કોર્પોરેટરનો જવાબ  સાંભળવા મળે છે. ઓડિયો ક્લિપમાં ના સંવાદ પર નજર કરીએ તો “ બોલો બાબુલાલ.....તમે કોર્પોરેટર બન્યા પણ કામના નહિ....તમને શા માટે ચૂંટી લાવ્યા....કોણ અમારા વણજારા સમાજે નહિં ચૂંટ્યા તમને......કોણે ચૂ્ટ્યાં વણજારા સમાજને 500-500 રૂપિયા અને દારૂ, ચવાણું આપ્યું એટલે મત આપ્યા છે”


કોર્પોરેટ ભરત ગોહિલે  ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે


જોકે આ ઓડિયો ક્લિપ  વાયરલ થયા બાદા કોર્પોરેટ ભરત ગોહિલે  ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે અને પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, મારે બાબુલાલ સાથે કોઇ ટેલિફોનિક વાતચીત જ નથી થઇ. અમારી બંને વચ્ચે જે પણ વાતચીત થઇ તે માત્ર રૂબરૂમાં જ થઇ છે,. કોર્પોરેટ ભરત ગોહેલે કહ્યું કે આ માત્ર રાજકિય કિન્નાખોરી રાખીને ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે. ભરત ગોહિલે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, ઓડિયોમાં મારો અવાજ પણ નથી. જો કે આ વાયરલ વીડિયોની એબીપી અસ્મિતા પુષ્ટી કરતી નથી પરંતુ હાલ આ વાયરલ વીડિયો  અનેક સવાલ ચોક્કસ ઉભા કરે છે.