આણંદ: મોગરના ઢેડી તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિકોને જાણ થતાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ વાસદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી પોલીસે મૃતદેહ બહાર કાઢવા તજવીજ હાથ ધરી હતી. મૃતક વ્યક્તિ મોગર ગામના કરણસિંહ રાણા હોવાનું જણાવા મળ્યું છે. હત્યા છે કે આત્મહત્યા તે માટે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતદેહને પીએમ માટે વાસદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


નીતિન પટેલનો ધડાકો


Morbi Bridge Collapse: મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે. નીતિન પટેલે સ્વીકાર્યું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે. નીતિન પટેલે વાતચીતમાં કહ્યું કે, આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા, આ કોઈ છૂપી વાત નથી, તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી.


તપાસ બાદ જવાબદારી નક્કી થશે?
 
રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે, સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ટૂંક સમયમાં તેનો રિપોર્ટ બધાની સામે આવશે, પછી ખબર પડશે કે આ માટે કોણ જવાબદાર છે. તેમણે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ આમાં કોની ભૂલ છે તે શોધી કાઢશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે.


9 લોકોની અટકાયત કરવામાં આવી









 8-10 વર્ષ સુધી પુલ ટકવાનો દાવોઃ


લગભગ 150 વર્ષ જુના આ પુલનું રિનોવેશન કરનાર ખાનગી કંપનીએ આ દુર્ઘટના ઘટી તે પહેલાં દાવો કર્યો હતો કે, તેમણે લેટેસ્ટ ટેક્નોલોજી સાથે પુલનું રિનોવેશન કર્યું છે. આ રિનોવેશન કર્યા બાદ આ પુલ ઓછામાં ઓછો 8 થી 10 વર્ષ સુધી ટકશે અને કોઈ ખતરો નહી ઉભો થાય. 


2 કરોડના ખર્ચે થયું હતું રિનોવેશનઃ