પંચમહાલના હાલોલમાં GFL કંપનીમાં બ્લાસ્ટ મુદ્દે હજુ પણ કંપનીમાં કામદારોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. આ આગની ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. જે લોકો ગૂમ છે તેમની ડ્રોનની મદદથી તપાસ ચાલી રહી છે. હાલોલ પ્રાંત અધિકારીએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, કંપનીમાં ઈન્ડસ્ટ્રી સેફ્ટી ટીમ તેમજ જીપીસીબી મારફતે તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે.
ઘટનાના યોગ્ય કારણોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે. આ કેસમાં મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 7 લાખ રૂપિયા આપવાની કંપનીએ જાહેરાત કરી છે.
પંચમહાલમાં ઘોઘંબાના રણજીતનગર નજીકની GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. પંચમહાલના ઘોઘંબામાં કંપનીમાં થયેલા વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા છે. મળતી જાણકારી અનુસાર સોલવંટ બનાવતા પ્લાંટમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જેના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વિસ્ફોટ થતા તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટનાસ્થળથી અંદાજે પાંચ કિલોમીટર સુધી લોકોના અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો અનેપાંચ કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.
પેપર લીક કાંડમાં વધુ બે આરોપીઓની કરાઈ અટકાયત
ગાંધીનગર: હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં વધુ બે આરોપીઓની અટકાયત કરવવામાં આવી છે. ઉંછા ગામના જશવંત પટેલ અને પોંગલુના મહેંદ્ર પટેલની અટકાયત કરવામાં આવી છે. જશવંત પટેલ અને મહેંદ્ર પટેલ બંને વેવાઈ હોવાની જાણકારી સામે આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી હેડકલાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો સરકારે કર્યો છે. પેપર લીક કરનાર 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે આરોપીની અટકાયત કરવામાં આવી છે. 2 આરોપીઓ હજુ ફરાર છે. તમામ સામે સાબરકાંઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતા તે દરમિયાન જ પરીક્ષાર્થીઓના ઘરે દેખાયા હતા. આરોપી મહેન્દ્ર પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા જોર શોરથી તૈયારી કરી રહ્યા હતા. સરપંચના ઉમેદવાર તરીકે મહેન્દ્ર પટેલના પ્રાંતિજના પોગલુ ગામમાં બેનર પણ ગામમાં લાગેલા છે.
પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તેમજ આ કેસના ખૂટતી કડીઓને એકત્ર કરીને ઝડપથી આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ કામે લાગી છે. આ અંગે ગાંધીનગર પોલીસના રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આ કેસની તપાસ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે. તેમજ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને પોલીસ ઝડપથી પકડીને આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલતું હતું તે અંગે ખુલાસો કરશે.