ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હૉસ્પિટલમાં લાગેલ આગની દૂર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે. 16 દર્દી અને બે હોસ્પિટલ સ્ટાફ આગમાં જીવતા ભૂંજાયા ગયા છે. દુર્ઘટનાની તપાસ માટે બે સિનિયર IAS અધિકારીઓ પણ ઘટાસ્થળે પહોંચ્યા છે. આગની દૂર્ઘટનામાં તે પણ ખુલાસો થયો છે કે નવી ઈમારતમાં કાર્યરત કોવિડ સેન્ટરની NOC લેવામાં નહોતું આવ્યું. ફાયર વિભાગના રિજનલ ફાયર ઓફિસર દિપક માખીજાનીની તપાસમાં આ ખુલાસો થયો છે. મોડીરાત્રે હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી.
આગમાં બધુ જ ખાખ થઈ ગયુ. વેંટીલેટર, બેડ, ICU તમામ મેડિકલના સાધનો બળીને ખાખ થઈ ગયા. જો કે આગના સમાચાર મળતા આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ પણ હોસ્પિટલના કાચ તોડીને 20થી વધુ દર્દીઓના જીવ બચાવ્યા હતા. ભીષણ આગ લાગતા પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભરૂચ સિવિલ અને જંબુસર અલ મહેમુદ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચની કોવીડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દૂર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ આગમાં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તેમના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સાથે જ રાજ્ય સરકારે સમગ્ર ઘટનાને લઈ બે સિનિયર IAS અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને તાત્કાલિક ભરૂચ પહોંચવા અને ઘટનાની તપાસ કરવા આદેશ આપ્યા છે.
ભીષણ આગ લાગતા પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભરૂચ સિવિલ અને જંબુસર અલ મહેમુદ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગ્યો હતો.