ગુજરાતમાં આજથી ચાર દિવસ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. એટલે કે આગામી ચાર દિવસ રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થશે. શુક્રવાર-શનિવારે પોરબંદર-ગીર સોમનાથ-કચ્છ, રવિવાર-સોમવારે પોરબંદર-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-કચ્છ-બનાસકાંઠા-સાબરકાંઠામાં હીટ વેવ રહેશે.


કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.


દરમિયાન આજે ૪૦.૪ ડિગ્રી સાથે પોરબંદરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર ભૂજમાં ૩૯.૮, કેશોદ-સુરેન્દ્રનગરમાં ૩૯.૫, કંડલા-નલિયામાં ૩૯.૧, રાજકોટમાં ૩૯, ડીસામાં ૩૮.૯, સુરત-અમરેલીમાં ૩૮.૪, વડોદરામાં ૩૭.૮, દીવમાં ૩૭.૭, વલ્લભ વિદ્યાનગરમાં ૩૭.૩, ભાવનગરમાં ૩૭.૧ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.


ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.


અમદાવાદમાં ગત વર્ષે માર્ચ માસમાં ૩૧ તારીખે ૩૮.૪ ડિગ્રી નોંધાઇ હતી, જે ૨૦૨૦માં માર્ચ માસમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે વધુ કાળઝાળ ગરમી પડે તેની પૂરી સંભાવના છે.


કોરોનાની રસીએ રંગ રાખ્યો, જાણો બે ડોઝ લીધા બાદ રોગપ્રતિકારક શક્તિ કેટલી વધી ગઈ


કોરોનાના કેસો વધતાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં શું લદાયા પ્રતિબંધ ? જાણો મહત્વના સમાચાર