GST Scam: રાજ્યભરમાં જીએસટી વિભાગની બોગસ પેઢી શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. આ ડ્રાઈવમાં GST કૌભાંડનો આંકડો 8 હજાર કરોડને પાર પહોંચ્યો. GST કૌભાંડની તપાસમાં રાજ્યમાંથી 6200 કંપનીઓ પકડાઈ છે.
વિભાગ દ્વારા આ તમામ પકડાયેલી 6200 જેટલી કંપનીઓ બંધ કરવામાં આવી છે. સાથે 8000 હજાર કરોડ રૂપિયા જેટલી ચેક્સ ચોરીની રકમ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. GST કૌભાંડમાં 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ કરી છે. જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં સુરતના મુરસિદઆલમ સૈયદ, ભાવનગરના ઉસ્માનગની ફટાણી અને અમદાવાદના મુકુલ યાદવ નામના વેપારીની ધરકપડક કરવામાં આવી છે. તમામ આરોપીઓ ભંગારના ધંધાની આડમાં જીએસટીનું કૌભાંડ આચરતા હતા.
જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાજ્યના 11.50 લાખ વેપારી-કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે.
રાજ્યભરના અંદાજે 11.50 લાખ વેપારીઓની પેઢીની તપાસ કરવામાં આવશે. બોગસ પેઢીઓ, ખોટાં રજિસ્ટ્રેશન શોધવા બે મહિના સુધી વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવશે. જીએસટીના આ અભિયાનને લઈને રાજ્યના રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાજ્યના 11.50 લાખ વેપારી-કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે.
હવે વેપારીઓની લેવડદેવડ પર રહેશે નજર, CBDTએ તૈયાર કર્યુ ખાસ સૉફ્ટવેર
Ahmedabad: વેપારીઓની આર્થિક ગતિવિધિ અને લેવડદેવડ પર નજર રાખવા માટે સરકાર એક્શનમાં આવી ગઇ છે. CBDTએ આ માટે એક ખાસ સૉફ્ટવેર તૈયાર કર્યુ છે, જેના દ્વારા તમામ મુદ્દે તંત્રને અપડેટ મળતુ રહેશે.
GST: હવે બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર જીએસટી વિભાગની નજર, જાણો શું છે સરકારની તૈયારી
ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ઓથોરિટી હવે રિયલ ટાઈમ એક્સેસ માટે કરદાતાઓના બેંકિંગ વ્યવહારો પર નજર રાખી રહી છે. આનો અર્થ એ છે કે નકલી ઇનવોઇસની ઓળખ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઇનપુટ્સનો ઉપયોગ બિઝનેસ સેક્શન દ્વારા કરી શકાય છે. તાજેતરમાં, GST વિભાગ દ્વારા તપાસમાં બહાર આવ્યું છે કે નકલી ઇનવોઇસ દ્વારા અયોગ્ય ટેક્સ ક્રેડિટનો હવાલા વ્યવહારો માટે ઉપયોગ કરવામાં આવે છે.