Gujarat First Cabinet Meeting live: નવા મંત્રીઓને ખાતાની કરાઇ ફાળવણી, જીતુ વાઘાણી બન્યા શિક્ષણમંત્રી

રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.

gujarati.abplive.com Last Updated: 16 Sep 2021 06:28 PM
PMના જન્મદિવસની ઉજવણી

મુખ્યમંત્રી અને નવા મંત્રીઓની કમલમમાં ત્રણ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી, PMના જન્મદિવસની ઉજવણી માટે મંત્રીઓને અપાઈ અલગ અલગ જિલ્લાઓમાં જવાની સૂચના.

રાજ્ય કક્ષાના મંત્રીઓને ક્યા ખાતા ફાળવાયા

 


મુકેશ પટેલ (ઓલપાડ, સુરત)- કૃષિ અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ


નિમિષા સુથાર (મોરવા હડફ, પંચમહાલ)- આદિજાતી વિકાસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ


 અરવિંદ રૈયાણી (રાજકોટ)- વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસન


 કુબેર ડિંડોર (સંતરામપુર, મહીસાગર)- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો


કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ, બનાસકાંઠા) પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ


ગજેન્દ્રસિંહ પરમાર (પ્રાંતિજ, સાબરકાંઠા)- અન્ન નાગિરક પુરવઠો


રાઘવજી મકવાણા (મહુવા, ભાવનગર)- સામાજિક ન્યાય અધિકારીતા


વિનુ મોરડિયા (કતારગામ, સુરત)- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ


દેવાભાઈ માલમ (કેશોદ, જૂનાગઢ)- પશુપાલન અને ગૌ સંવર્ધન

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)ઓને ક્યા ખાતા ફાળવાયા

હર્ષ સંઘવી (મજૂરા-સુરત)- ગૃહ રાજ્ય મંત્રી, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ


જગદીશ પંચાલ (નિકોલ, અમદાવાદ)-કુટિર ઉદ્યોગ


બ્રિજેશ મેરજા (મોરબી)-શ્રમ રોજગાર


જીતુભાઈ ચૌધરી (કપરાડા,વલસાડ)- કલ્પસર, મત્સ્યોદ્યોગ


મનિષા વકીલ (વડોદરા શહેર)- મહિલા બાળ કલ્યાણ

કેબિનેટ મંત્રીઓને ક્યા ખાતાની કરાઇ ફાળવણી

રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા)- મહેસૂલ અને કાયદા, વૈધાનિક સંસદિય બાબતો,


જીતુભાઈ વાઘાણી (ભાવનગર)- શિક્ષણ મંત્રી


ઋષિકેશ પટેલ (વિસનગર)-આરોગ્ય મંત્રી, જળસંપતિ અને પાણી પુરવઠો


પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ)- માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડન, પ્રવાસ અને યાત્રાધામ


રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)-કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન


કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ)- નાણા મંત્રાલય


કિરિટસિંહ રાણા (લીંબડી)- વન પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ, છાપકામ, સ્ટેશનરી,


નરેશ પટેલ (ગણદેવી-નવસારી)- વન પર્યાવરણ આદિજાતી


પ્રદીપ પરમાર (અસારવા-અમદાવાદ)-સામાજિક ન્યાય અને અધિકારીતા


અર્જુનસિંહ  ચૌહાણ (મહેમદાવાદ)-ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ,

મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી.  આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે. મંત્રીઓને ખાતની ફાળવણી કરવામાં આવી છે. 

નવા મંત્રીઓને સ્ટાફ ફાળવાયો

ગુજરાતના નવ નિયુક્ત મંત્રીઓને સ્ટાફ ફાળવાયો છે. મંત્રીઓના વચગાળાના સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. અધિકારીઓ-કર્મચારીઓની  નિમણુંક અપાઈ છે.

વડાપ્રધાને ટ્વિટ કરી આપી શુભેચ્છા

વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા

વડાપ્રધાન મોદીએ ગુજરાતના નવા મંત્રીઓને શુભેચ્છા આપી હતી. તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!

ગુજરાતના નવા મંત્રીઓ કેબિનેટ બેઠકમાં પહોંચ્યા

ગુજરાત સરકારના નવા મંત્રીઓ કેબિનેટ બેઠક માટે પહોંચ્યા હતા. આજે જ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી.  આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે. આ પૈકી 10 પ્રધાનોને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે. આ પૈકી સૌથી પહેલાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર શુકલે શપથ લીધા હતા તેથી કેબિનેટમાં શુકલ નંબર ટુ હશે એ સ્પષ્ટ છે.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.


રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ,  પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.


જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં. 


આજે જ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ મીટિંગ સાંજે 4-30 કલાકે મળવાની છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.