વલસાડ: કોરોનાકાળમાં દર્દીઓની જીવના જોખમે સારવાર કરનાર આરોગ્ય કર્મચારીઓને સરકાર દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. જો કે હવે વલસાડ આરોગ્ય કર્મચારીઓ આ સન્માન પત્ર પરત કરશે તેવી માહિતી સામે આવી છે. સરકાર દ્વારા આપેલ મોબાઇલ પણ પરત કરશે. વલસાડ જિલ્લા આરોગ્યની 4 કેડરના કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉપરાત કોરોના કાળમાં બજાવેલી ફરજો અને રવિવારની રજાના ભથ્થાઓ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન સોપવામાં આવ્યું છે.


સરકારે નિષ્ક્રિયતા દાખવતા 8 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર આરોગ્યકર્મીઓ ઉતર્યા છે. 4 કેડરના 567 કર્મચારીઓ સરકાર દ્વારા અપાયેલા કોરોના વોરિયર્સ સનમાન પત્રો પરત કરશે. તેમજ સરકારે આપેલા ટેકો પ્લસ મોબાઈલ અને સરકારી વોટ્સ એપ ગ્રૂપમાંથી આઉટ થશે. જે માટે વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળનું પ્રતિનિધિ મંડળ વલસાડ જિલ્લા અધિકારી કચેરીએ પહોંચ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પાસે વેદના ઠાલવી રજૂઆત કરવામાં આવી હતી.


કોરોના વાયરસ બાદ સ્વાઈન ફ્લૂનો કહેર


Surat : સુરત શહેરમાં કોરોના વાયરસ બાદ સ્વાઈન ફ્લૂના કેસે હવે રફતાર પકડી છે. ત્યારે સ્વાઈન ફ્લૂના વધતા કેસોને લઈને તંત્ર પણ દોડતું થઈ ગયું છે.


સ્વાઈન ફ્લૂથી અત્યાર સુધીમાં 5 દર્દીના મૃત્યુ 
સુરત શહેરમાં કોરોનાની સાથે સ્વાઇન ફલૂના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના કેસને લઈને વેન્ટિલેટર સાથે કુલ 16 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.જોકે અત્યાર સુધીમાં શહેરમાં 5 લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે.


આજે સ્વાઈન ફ્લૂના  5  નવા કેસ મળી આવ્યા 
આજે 12 ઓગસ્ટે સુરત શહેરના નાના- વરાછા, મોટા વરાછા અને કતારગામ વિસ્તારમાંથી સ્વાઈન ફ્લૂના કુલ 5 કેસ મળી આવ્યા હતા. આ તમામ લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.એમ કુલ મળીને અત્યાર સુધીમાં શહેરમાં 93 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે.હાલ 14 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 2 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.


વડોદરા શહેરમાં વધી રહ્યાં છે  સ્વાઇન ફલૂના કેસો 
વડોદરા શહેરમાં કોરોના અને સ્વાઇન ફલૂના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે દૂષિત પાણીની સમસ્યાને કારણે ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે, જેને લઈને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.






સ્વાઇન ફલૂ અને કોવિડના કેસમાં વધારો
વડોદરા શહેરમાં સ્વાઇન ફલૂ અને કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ નો ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે, શહેર ની સયાજી હોસ્પિટલ, નરહરિ હોસ્પિટલ અને જમનાબાઈ ત્રણે સરકારી હોસ્પિટલ દર્દીઓ વધી રહ્યા છે, સરકારી ચોપડે અલગ આંકડા જોવા મળી રહ્યા છે, કેમકે ખાનગી હોસ્પિટલ ના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા નથી, 


તાવ અને ઝાડા-ઉલટીના કેસો પણ વધ્યા
વરસાદ બાદ ઓપીડી શરદી-ખાંસી, તાવ, ઝાડા-ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે બીજી તરફ 32 અર્બન હેલ્થ સેન્ટરમાં રોજની 80 થી વધુ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.  આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા રોગચાળાના આંકડામાં માત્ર 300 અને ઝાડા ઉલટીના 66 દર્દી બતાવ્યા છે.પરંતુ હકીકત એ છે કે શહેરની  સયાજી હોસ્પિટલની ઓપીડીમાં રોજ 2000 જેટલા દર્દીઓ આવી રહ્યા છે.