Gujarat Assembly Election: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ એક પછી એક સભાઓ કરી રહી છે અને મતદારોને રિઝવવા માટે વિવિધ વચનો આપી રહી છે. ગુજરાતમાં હાલમાં ગ્રેડ પેને લઈને પોલીસ ઘણા સમયથી માગ કરી રહી છે. જો કે આ વાતે વધારે જોર ત્યારે પકડ્યું જ્યારે અરવિંદ કેજરીવાલે પોલીસને ઉચ્ચ પગાર આપવાની વાત કરી. જો કે હવે સરકાર પણ આ મામલે સકારાત્મક નિર્ણય લેશે તેવી જાહેરાત ગૃહરાજ્ય મંત્રીએ કરી છે. તો બીજી તરફ હવે કોંગ્રેસે પણ ચૂંટણીને લઈને જાહેરાત કરી છે. જેમાં તેમણે ખેડૂતોને 10 કલાક ફ્રી વીજળીથી લઈને અનેક વાયદાઓ કર્યા છે. 


હવે આ મામલે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કોંગ્રેસ અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ગ્રેડ પેની ફાઈલો 10 મહિનાથી સચિવાલયમાં ફરતી હતી. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી ને ગૃહમંત્રી હરકતમાં આવ્યા. કાલે આખો દિવસ ગૃહમંત્રીએ કાઉન્ટર કરવું પડ્યું . હાલમાં પોલીસ સિવાયના બીજા આંદોલન પણ ચાલે છે તેમની માંગણી સ્વીકારી લેવી જોઈએ. કેજરીવાલની જાહેરાતથી પોલીસનો ગ્રેડ પે પર ધ્યાન આપ્યું હોવાનો ઉલ્લેખ ગોપાલ ઈટાલિયાએ કર્યો આ ઉપરાંત જે પોલીસ કર્મીઓની ખોટી રીતે બદલી કરવામાં આવી છે તેમને પરત સ્થળ પર મુકવામા આવે તેવી પણ માગ કરી છે.


 



તો બીજી તરફ કોંગ્રેસની જહેરાત અંગે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કોંગ્રેસે સેલ ખોલ્યો છે કહેવામાં કઈ ખોટું નથી. પંજાબમાં પણ મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે.  ખેડૂતોને 10 કલાક વીજળી મફત આપવાની કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પેલા જાહેરાત આ અમલ કરવો જોઈએ.


વિધાનસભા ચૂંટણી અગાઉ ખેડૂતો માટે કોગ્રેસની મોટી જાહેરાતો


 ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસે મોટી જાહેરાત કરી છે. કોગ્રેસે ખેડૂતોના 3 લાખના દેવા માફ કરવાની અને ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી હતી. વિધાનસભા ચૂંટણી અગાઉ ખેડૂતોને આકર્ષવા માટે કોગ્રેસે મોટી જાહેરાત કરી હતી. ગુજરાત કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફ્રરન્સ કરી મોટી જાહેરાત કરી હતી. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જો આગામી વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીના દેવા માફ કરી દેવામાં આવશે. એટલું જ નહી ખેડૂતોને મફતમાં 10 કલાક વીજળી આપવામાં આવશે.


તે સિવાય કોગ્રેસે જાહેરાત કરી હતી કે તમામ તાલુકાઓમાં ખેડૂત સહાય કેન્દ્ર ઉભા કરવામાં આવશે. જમીનની ફરીથી માપણી કરવામાં આવશે. પશુપાલકોને એક લિટર દૂધ દીઠ પાંચ રૂપિયા સબસિડી આપવાની પણ કોગ્રેસે જાહેરાત કરી હતી.


કોગ્રેસે જાહેરાત કરી હતી કે સિંચાઇના દરોમાં 50 ટકા ઘટાડો કરવાની કોગ્રેસે જાહેરાત કરી હતી. તે સિવાય સહકારી માળખામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનુ કોગ્રેસે વચન આપ્યું હતું. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ આપીશું. ખેડૂતોને મફતમાં વીજળી આપવામાં આવશે. શિક્ષિત બેરોજગારોને રોજગાર આપીશું.