Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે.જો કે આગામી 2 દિવસ બાદ આ એક્ટિવિટી પણ સ્થિતિ થઇ જતાં રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારમાં ફરી ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થશે અને તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે.

છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉતર ભારતમાં વરસાદ વરસી રહ્યો હતો જો કે હવે આ અસર ઓછી થતાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે અને આકાશ  સ્વસ્છ થઇ રહ્યું છે. પૂર્વાત્તર અને દક્ષિણ વિસ્તારના ભાગો છોડીને ભારતના મોટાભાગના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ નહિવત છે.  ગુજરાતમાં પણ હાલ છુટછવાયો વરસાદ વરસી રહ્યો છો પરંતુ 8 જૂન બાદ વરસાદનું પ્રમાણ ઘટી જશે.

ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે

ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ સુકુ રહેશે અને ગરમીનો અનુભવ થશે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાને છોડીને વરસાદની શક્યયા નહિવત છે. આગામી દિવસોમાં છૂટછવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.  નવસારી, વલસાડ ડાંગ નર્મદા તાપી ભરૂચ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી, સોમાનાથ હળવો વરસાદ થઇ શકે છે. વડોદરા, ખેડા આણંદ અમદાવાદ જિલ્લાના એકાદ ગામમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. કચ્છ બનાસકાંઠા અરવલ્લી, બોટાદ, પોરબંદર મોરબી રાજકોટ જામનગરામાં વરસાદની કોઇ આગાહી નથી.

ગરમીનો જોર વધશે

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ફરી ગરમીનું જોર વધશે.  ખાસ કરી અમદાવાદમાં ફરી આકરો તાપ પડશે..પાંચ દિવસ દરમિયાન શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે...19 જૂન સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહીવત છે..11 જૂન સુધી અમદાવાદમાં તાપમાન 41થી 42 ડિગ્રી વચ્ચે રહેશે..જ્યારે 12 જૂનના તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી તેવી શક્યતા  છે...શુક્રવારે રાજકોટમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 40.6 જ્યારે ગાંધીનગરમાં 39.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે.