વડોદરા: શિનોર તાલુકાના આનંદી ગામના હાઈસ્કુલના આચાર્યએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર શિક્ષક પરીક્ષામાં વિધાર્થીને ચોરી કરાવતા પકડાયા હતા. જે બાદ DO ઓફિસ તરફથી કાર્યવાહી કરાતા આચાર્યએ દવા પીધી હતી. હાલમાં આચાર્ય વાસુદેવભાઈ પટેલ સારવાર હેઠળ છે.


પરીક્ષામાં બેદરકારીનો આરોપ લાગતા તેમને લાગી આવ્યું અને ઝેરી દવા પી લીધી


બોર્ડની પરીક્ષામાં બેદરકારીનો આરોપ લાગતા તેમને લાગી આવ્યું અને ઝેરી દવા પી લીધી.  આનંદી ગામે શાળામાં ફરજ બજાવતા આચાર્યએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. આચાર્ય પટેલ વાસુદેવભાઈ હાલ ડભોઇ યુનિટી હોસ્પિટલમાં ICU માં દાખલ છે. તમને જણાવી દઈએ કે, હાલમાં SSC અને HSC બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.


નિરીક્ષકોને આચાર્ય પાસેથી  લખેલી સપરિમેટ્રી મળી હતી


શિનોર તાલુકાના આનંદી ગામે આવેલ શાળામાં  બોર્ડનું પરીક્ષા કેન્દ્ર આપેલું છે. આનંદી પરીક્ષા કેન્દ્ર પર ઉપરથી આવેલ નિરીક્ષકોને આચાર્ય પાસેથી  લખેલી સપરિમેટ્રી મળી હતી. વહીવટી તંત્ર શિક્ષણ વિભાગના અધિકારીઓએ આનંદી ગામે આવેલ શાળા કેન્દ્ર સંચાલક સહિતના સ્ટાફને બદલી કરાયો હતો. શિક્ષણ વિભાગ તંત્રએ શાળા આચાર્ય વિરૂધ્ધ કાર્યવાહી કરી ફરજ પરથી મોકૂફ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જે બાદ શાળા આચાર્યને લાગી આવતા પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા તાત્કાલિક ડભોઇ ખસેડાયા યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


જિલ્લા શિક્ષણાધિકારીએ શું કહ્યું?


તો આ ઘટના અંગે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે મીડિયાને જણાવ્યું કે, વડોદરા શહેર અને જિલ્લામાં એજ્યુકેશન ઇન્સપેક્ટર્સ સ્કવોડ તરીકે ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષા કેન્દ્રોની સરપ્રાઇઝ વિઝિટ લેતા હોય છે. આ ઉપરાંત સરકારી પ્રતિનિધિઓને પણ સૂચના આપવામાં આવી છે કે, તમામ બિલ્ડિંગમાં તપાસ કરતા રહે અને ક્યાંય કોઇ ગેરરીતિ જણાય તો તંત્રને તુરંત જ જાણ કરે. જેથી પરીક્ષા દરમિયાન વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામના પરીક્ષા કેન્દ્ર ઉપર સુપરવાઇઝર પાસેથી પરીક્ષામાં લખાયેલા ઉત્તરોનું સાહિત્ય મળ્યું હતું. એ સરકારી પ્રતિનિધિને મળ્યું હતું અને એને એના અહેવાલમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. જે બાદ તેમના સામે આ કાર્યવાહી કરવામાં આવી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial