Parshottam Rupala: પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ. સોમવાર મોડી રાત સુધી મુખ્યમંત્રી નિવાસ્થાને મળેલી ભાજપ અને સરકાર સાથેની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં પણ આજ માંગ પર સમિતિના અગ્રણીઓ અડીખમ રહ્યાં.
ભાજપ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક સકારાત્મક માહોલમાં જરૂર મળી પરંતુ સતત બે કલાકની ચર્ચા પછી પણ ગૂંચ ઉકેલાઈ નહિ. બેઠકમાં રીબડાના અનિરુધ્ધ સિંહ પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં. જોકે રૂપાલાની ઉમેદવારી મુદ્દે સમાજની લાગણી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી પહોંચાડવાનો ભરોસો મળ્યો હોવાનો સંકલન સમિતિએ દાવો કર્યો છે, એટલું જ નહિ આંદોલન શાંતિથી અને ગરિમાપૂર્વક ચાલી રહ્યું હોવાનું તેમજ સરકાર પક્ષે પણ કોઈ જ હેરાનગતિ ન થતી હોવાનો ક્ષત્રિય સમાજનાં તમામ નેતાઓનો પણ મત રહ્યો છે. સરકાર સાથેની વાતથી બધા ખુશ હતા પરંતુ માગ પર અડગ રહ્યાં છે. એટલુ જ નહીં GMDCમાં કોઈ મોટા સંમેલનની વાતનો છેદ ઉડાવ્યો હતો એવા કોઈ સંમેલનની હાલ કોઈ તૈયારી ન હોવાની પણ વાત કરવામાં આવી હતી.
રાજકોટના અમરનાથ મંદિર ખાતે ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા દ્વારા 11:00 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક બાદ પીટી જાડેજાએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ગઈકાલની બેઠકમાં પી.ટી જાડેજા પણ હાજર હતાં. પરસોતમ રૂપાલા 11.39 મિનિટે વિજય મુહૂર્ત માં ફોર્મ ભરે તે પહેલા ક્ષત્રિય અગ્રણીની પ્રેસ કોન્ફરન્સ કરશે. પી. ટીજાડેજાના પ્રેસ કોન્ફરન્સ પર સૌ કોઈની નજર રહેશે.
નોંધનીય છે કે, રાજકોટના રતનપરમાં ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજે મહા સંમેલન યોજ્યુ હતુ, આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય નેતાઓ અને લોકોએ હાજરી આપી હતી, મહાસંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે, સુત્રો અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજના મહાસંમેલનની તમામ માહિતીઓ મંગાવી છે, ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ સરકારે મંગાવી છે, જેમાં કયા કયા નેતાઓ, કયા અધિકારીઓ અને કયા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, તેની ડિટેલ્સ માંગવામાં આવી છે.
ગઇકાલે રાજકોટના રતનપર વિસ્તારમાં સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યુ હતુ, આ સંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. રાજકોટના ક્ષત્રિય સમાજના સંમેલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તે મુજબ, ક્ષત્રિય સમાજના સંમેલનની સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ મંગાવી છે. સંમેલનમાં કયા-કયા રાજવીઓ ઉપસ્થિત હતા તેની પણ માહિતી મંગાવાઇ છે.