સુરેન્દ્રનગર:  સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી ઘટના બની છે.  સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. પૂલ ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી.  વસ્તડી અને ચુડાની વચ્ચેનો મુખ્ય પુલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી. પૂલ તૂટી પડવામાં ચારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 




લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા


ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પૂલ ધરાશાયી થતા લોકો ફસાયા હોવાની આશંકા છે.  ડમ્પર તેમજ બે બાઈક પણ પૂલથી નીચે પટકાતા ચાર થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  પૂલ ધરાશાયી થતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા છે.  


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વસ્તડી પુલ વર્ષ 1965માં બન્યો હતો.   અંદાજે  40 મીટર લંબાઈનો પૂલ છે.   અવરજવર કરવા માટે બંને સાઈડ 7  પીલરો આપવામાં આવ્યા છે.  ચુડા, રાણપુર, બોટાદ સહિતના ગામોને આ પૂલ જોડતો હતો.   આ પૂલ આરએન્ડ બી  વિભાગમાં આવે છે.  પૂલની બંને સાઈડ નીચે ભોગાવો નદી પસાર થાય છે.  


ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા


આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. પૂલ તૂટવાની ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા  તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું  રેસ્ક્યૂ કરાયું હતું. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.  


ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું


સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે છેલ્લા ઘણાં સમયથી બ્રિજ નવો બનાવવા માટે રજુઆત કરવામાં આવી રહી હતી. પરંતું તંત્રએ માત્ર સમારકામ કરીને સંતોષ માની લીધો હતો. એટલું જ નહીં યોગ્ય સમારકામ ન થતા બ્રિજ ધરાશાયી થયા હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.         


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial