Gujarat Politics: વડોદરાના પૂર્વ મહિલા ધારાસભ્ય સીમા મોહીલેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું છે. પ્રદેશ અથવા શહેર લેવલે નેતાથી તેઓ નારાજ હોય તે પ્રકારની પોસ્ટ તેમણે મુકતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાર્ટી તરફથી સત્તા કે પદ મળ્યું હોય તેને પરિવાર સમજી નિભાવવું જોઈએ અને તમામને સાથે રાખવા જોઈએ. 


પ્રદેશ ભાજપ મહિલા મોરચાના તેઓ મહામંત્રી અને વડોદરાની અકોટા બેઠકથી તેઓ પૂર્વ મહિલા ધારાસભ્ય છે. લોકસભા અને રાજ્યસભામાં 33% મહિલા આરક્ષણ બિલ મંજૂર થયા બાદ પૂર્વ  મહિલા ધારાસભ્યની જ આ પ્રકારની નારાજગી પક્ષ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  તે પણ જ્યારે મહિલા આરક્ષણ બિલને મંજૂરી અપાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 તારીખે વડોદરા આવી રહ્યા છે અને તેમનું મહિલાઓ દ્વારા જ સન્માન થનાર છે. ત્યારે મહિલા ધારાસભ્યની આ પોસ્ટે વીવાદ વધાર્યો છે. તેમની નારાજગી પ્રદેશના નેતૃત્વ તરફ છે કે પછી વડોદરા શહેર ભાજપના નેતૃત્વ પર તેનો ખુલાસો તેમણે કર્યો નથી. પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે તેમની નારાજગી જરૂર પાર્ટીમાં વિખવાદ હોવાની ચાડી થાય છે.




તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી નારાજગી વ્યક્ત કરી છે. પદ,પ્રતિષ્ઠા કે પ્રશંસાનો ભૂખ્યો આગેવાન ક્યારેય પણ પરિવાર, સમાજ, સંગઠન કે સંસ્થાનો સાચો માર્ગદર્શક કે સાચો સારથી નથી હોતો એવી પોસ્ટ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમનો ઈશારો કોની તરફ છે તે હજુ સામે આવ્યું નથી. સમગ્ર મુદ્દે સીમા મોહિલેનું નીવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે આપણે આપણા વિચારો લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. આપણને પાર્ટી તરફથી જવાબદારી કે હોદ્દો મળ્યો હોય તે સમીકરણો જોઇને મળતો હોય છે નઈ કે હું  કાબીલ છું લોકો મારી પ્રશંસા કરે. જે જવાબદારીમાં યોગ્ય રીતે વર્તવું જોઈએ.


હું મહિલા મોરચામાં છું મને આવા અનુભવો થયા છે. સંસ્થા,પરિવાર ,રાજકારણ હોઈ ત્યાં નેતાના ભાવ તરીકે નહીં પણ પરિવાર તરીકે કામ કરવું જોઈએ. બહેનો, ભાઈઓ તમામને જવાબદારી મળી છે તેમણે યોગ્ય રીતે બધાને સાથે રાખીને કામગીરી કરવી જોઈએ. સંસ્થા સર્વોપરી છે કોઈ વ્યક્તિ નહીં. હું પ્રદેશ ભાજપ મહિલા મોરચા મહામંત્રી છું. સૂત્રો કહી રહ્યા છે કે વિવાદ એટલે છે કે ભાજપ પક્ષમાં મહિલા મોરચામાં તેમની અનદેખી થઈ રહી છે. પૂર્વ ધારાસભ્ય અને ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સીમા મોહિલે પ્રદેશ ભાજપના નેતૃત્વથી કે વડોદરા ભાજપના નેતૃત્વથી નારાજ તે હજુ સામે આવ્યું નથી. 33 ટકા મહિલા આરક્ષણ બિલ લોકસભા રાજ્યસભામાં મંજુર થયા બાદ અને 27મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોઈ બિલને લઈ હજ્જારો મહિલાઓ પ્રધાનમંત્રીનું અભિવાદન કરવાના છે ત્યારે જ વિવાદ કેમ ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.